51 હજાર રૂપિયામાં 1 કિલો ઘી…! ગુજરાતના આ ખેડૂત હાલમાં “ઘી” વેચીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે – જાણો શું છે આ મોંઘી “ધી” ની ખાસિયત…

Published on: 6:21 pm, Thu, 9 June 22

આજે આપણે વાત કરીશું જેમાં ગૌ સંચાલિત ખેતીથી અનોખી સિદ્ધિ થઈ છે. જેમાં ગોંડલ થી 7 કિલોમીટર દૂર આવેલા વોરા કોટડા રોડ પર રમેશભાઇ રૂપારેલીયા સંસ્થામાંથી 1 કિલો ઘી 3500 થી 51 હજાર રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેનાથી તેમને આવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.

આજના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેવામાં આજે આપણે વાત કરીશું ગોંડલ પંથકના ખેડૂતો એવા રમેશભાઇ રૂપારેલીયા કે જેઓ ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેનાથી ગૌ જતન સંસ્થા નામની ગૌશાળા અને સંસ્થા પણ ચલાવી રહ્યા છે.

હાલ તો રમેશભાઈ વાસના મકાનો સહિત ગામડાના કુદરતી વાતાવરણ વચ્ચે ગૌ જતન સંસ્થાન ગૌશાળામાં અનેક ગીર ગાયો પણ રાખે છે. આધુનિક ખેતી અપનાવીને તેમણે ગીર ગાયનું પાલન વૈદિક શાસ્ત્ર અને આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગીર ગાયોનો ખૂબ જ મહત્વ હોય છે.

તેવામાં હાલ રમેશભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. તેના દ્વારા હાલ તેમની ગૌ જતન સંસ્થા માંથી 1 કિલો ઘી ઘણા ભાવમાં વેચી રહ્યું છે. હાલ સમગ્ર દેશમાં ગીર ગાયનું મહત્વ વધ્યું છે. સાથે સાથે વિદેશમાં પણ ગીર ગાયના દૂધમાંથી બનતી પ્રોડક્ટ વેચાઈ રહી છે.

એવામાં વાત કરીશું તો આ સંસ્થાની ગૌશાળામાં ઘી, દૂધ અને છાશની સાથે ચવનપ્રાસ સાબુ, શેમ્પુ સહિતની ગાય આધારિત ઘણી એવી 170 જેટલી વસ્તુઓની સાથે 30 જેટલા અલગ-અલગ પ્રકારના નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. હાલ તો રમેશભાઈ પ્રાકૃતિક ખેતી ની સાથે ગીર ગૌ જતન સંસ્થામાં તૈયાર કરાવેલા આયુર્વેદ અને વૈદ્ય શાસ્ત્રોક્ત વિધિથી જુદા જુદા પ્રકારના ઘી કે જે તેઓ એક કિલો નાં 300 થી લઈને 51 હજાર રૂપિયા ભાવ સુધીનું વેચી રહ્યા છે.

તેમની આવા ઊંચા ભાવો પણ મળે છે. હાલ તો વિદેશમાં પણ ઘી ની માંગ વધી રહી છે અને લોકોની લાઈન પણ લાગે છે. એવામાં રમેશભાઈ પોતાની સૂઝબૂઝથી ખેતીને આધારિત બનાવીને આવી સિદ્ધિઓ હાંસલ કરી છે. ઘણા રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "51 હજાર રૂપિયામાં 1 કિલો ઘી…! ગુજરાતના આ ખેડૂત હાલમાં “ઘી” વેચીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે – જાણો શું છે આ મોંઘી “ધી” ની ખાસિયત…"

Leave a comment

Your email address will not be published.


*