પ્રાણીઓ પ્રત્યેનો અનોખો પ્રેમ…! ગુજરાતના આ ગામડામાં 32 વર્ષની ઘોડીનું નિધન થતાં ગામમાં માતમ છવાઇ ગયો, ગામના લોકોએ ઘોડીનું બેસણું યોજ્યું…

Published on: 5:55 pm, Thu, 9 June 22

આજે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી સૌ કોઈ શોખમાં મુકાઈ જશો કે જેમાં ગુજરાતની ખૂબ પ્રસિદ્ધ ઘોડી એવી ‘શોભા’ કે જે મૃત્યુ પામવાથી પરિવારમાં શોક નો માહોલ સર્જાયો છે. આ શોભાનાં મૃત્યુ બાદ એક પરિવારે બેસણું રાખ્યુ.

ગુજરાતના અબડાસા વિસ્તારમાં ‘શોભા’ નામની ઘોડી કે જેના મૃત્યુ બાદ એક પરિવારે પોતાનો જ સદસ્ય છીનવાઈ ગયું હોય તે રીતે ઘોડીનું બેસણું રાખ્યુ હતું. આ પરિવારમાંથી જાણે એક સભ્ય છીનવાઈ ગયો હોય એ રીતે દુઃખમાં માતમ છવાઇ ગયો હતો.

આ 32 વર્ષીય ઘોડી કે જે હકુમત સિંહના પરિવારને ખુબ જ નજીક હતી. તેથી પરિવારના સભ્ય ગુમાવ્યાને એટલો આઘાત આ પરિવારને લાગ્યો હતો. ઘોડીના મૃત્યુ બાદ તેમણે શોભાનું બેસણું રાખેલ હતું.સૌ કોઈ સગા સંબંધીઓ પણ એ બેસણામાં આવ્યા હતા.

ગુજરાતની પ્રસિદ્ધ ઘોડી નું નામ શોભા વિંઝાણનાં જાડેજા પ્રાગજીભા અમરસિંહજીના દિકરા એવા હકુમત સિંહજી પ્રાગજીભા જેમની પાસે છેલ્લા 20 વર્ષથી આ ઘોડી હતી. આ ઘોડી શોભાએ કચ્છ અને કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ઘણા ઇનામો પણ જીત્યાં છે અને પરિવારના સદસ્યની જેમ જ આ ઘોડીને સાર સંભાળ રાખવામાં આવતી હતી.

તેથી જ્યારે આ શોભાનું મૃત્યુ થયું ત્યાર બાદ પરિવારમાં એક સભ્ય ગુમાવ્યા જેટલું આઘાત લાગ્યો હતો. આ ઘોડીનું બેસણું વાડીમાં રાખવામાં આવ્યું હતું. જેમાં અશ્વપ્રેમીઓ પણ બેસણામાં આવ્યા હતા. વાત કરીશું તો આ ઘોડી થાન પાસેના સોનગઢ લાખા બાપાની જગ્યાની વછેરી હતી. જેનું નામ શોભા રાખવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રાણીઓ પ્રત્યેનો અનોખો પ્રેમ…! ગુજરાતના આ ગામડામાં 32 વર્ષની ઘોડીનું નિધન થતાં ગામમાં માતમ છવાઇ ગયો, ગામના લોકોએ ઘોડીનું બેસણું યોજ્યું…"

Leave a comment

Your email address will not be published.


*