મુકેશ અંબાણીનો ફરી એક વાર મોટો ધમાકો : જીયો ની જેમ માર્કેટમાં સસ્તા ભાવે વેચશે એસી, ટીવી,વોશિંગ મશીન અને ફ્રીજ…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મુકેશ અંબાણી તમામે તમામ ક્ષેત્રમાં નાણાનું રોકાણ કરી રહ્યા છે અને આજે તેમનો બિઝનેસ દિવસે ને દિવસે મોટો થઈ રહ્યો છે અને હવે મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક અને હોમ એપલાયન્સ બિઝનેસ માટે એક મોટી યોજના બનાવી રહી છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપલાયન્સ સેક્ટરમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.

ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ સેગમેન્ટ માં વિદેશી કંપનીઓના વર્ચસ્વને તોડવાની યોજના બનાવી રહી છે અને એસી ફ્રીજ ટીવી જેવામાં પોતાની બ્રાન્ડની રમઝટ બોલાવવા માંગે છે.

રિલાયન્સ Wyzr બ્રાન્ડ હેઠળ મેડ-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત તેઓ એસી, ટીવી, ફ્રિજ, એલઈડી બલ્બ, વોશિંગ મશીન જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે. ભારતમાં હોમ એપ્લાયન્સિસ અને નાના ઉપકરણોનું બજાર રૂ. 1.1 લાખ કરોડનું છે,

જેમાં વિદેશી કંપનીઓ LG, Samsung, Whirlpool, Haier વગેરેનો 60% હિસ્સો છે. જ્યારે એસી માર્કેટમાં ટાટા વોલ્ટાસનો દબદબો છે.તમને જણાવી દઈએ કે રિલાયન્સ સસ્તા અને પોસાય તેવા ભાવે તેના ઉત્પાદનો લોન્ચ કરીને સેક્ટરમાં પ્રભુત્વ જમાવવામાં નિષ્ણાત છે.

પછી તે Jio લોન્ચ હોય કે Jio સિનેમા. તેઓએ સસ્તી અને મફત ઓફરના આધારે ટેલિકોમ અને ઈન્ટરનેટ માર્કેટ કબજે કર્યું. હવે વારો છે હોમ એપ્લાયન્સ અને હોમ ઈલેક્ટ્રોનિક માર્કેટનો. આ સમાચાર આવતા જ મોટી કંપનીઓના પગ ધ્રૂજવા લાગ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*