ભાઇના લગ્નની તૈયારી કરી રહેલી બહેનનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ, વેરાવળ-કોડીનાર હાઈવે પર કાર ચાલકે રિક્ષાને લગાવી જબરદસ્ત ટક્કર – જુઓ CCTV ફૂટેજ

Published on: 10:28 am, Tue, 3 May 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે વેરાવળ-કોડીનાર હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ભાઇના લગ્નની તૈયારી કરી રહેલી બહેનનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર કાર ચાલકે નશાની હાલતમાં રિક્ષાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં રિક્ષામાં સવાર નગરસેવિકાની દીકરીનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઈડર તોડીને બીજી તરફ ચાલી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીના ભાઈના લગ્ન હોવાથી તે પરિવારજનો સાથે કંકોત્રી આપીને ઘરે પરત જઈ રહી હતી. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પરિવારના તમામ સભ્યો લગ્નની તૈયારીઓમાં લાગ્યા હતા. પરંતુ આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. મળતી માહિતી મુજબ વેરાવળ-કોડીનાર આ નેશનલ હાઈવે રોડ પર અમરાપુર ફાટક પાસે વેરાવળ તરફથી પુરપાટ ઝડપે દોડી નારાજ હતી.

કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર કાર ડિવાઇડર કુદાવીને રોંગ સાઈડમાં વેરાવળ તરફ જઇ રહેલી GJ 20 W 3447 નંબરની રીક્ષાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં રિક્ષામાં સવાર 22 વર્ષીય રોશનીનું કરૂણ મૃત્યુ થયું હતું.

જ્યારે અકસ્માતમાં 17 વર્ષીય શ્રદ્ધાબેન, 30 વર્ષીય પાનીબેન, 20 વર્ષીય મનિષાબેન અને 16 વર્ષીય ક્રિષ્નાબેન સહિત સાત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

જાણવા મળી રહ્યું છે કે કાર ચાલક નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાઈના લગ્ન હોવાથી પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ ભાઈના લગ્ન પહેલા જ દેહનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાઇના લગ્નની તૈયારી કરી રહેલી બહેનનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ, વેરાવળ-કોડીનાર હાઈવે પર કાર ચાલકે રિક્ષાને લગાવી જબરદસ્ત ટક્કર – જુઓ CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*