કાર લઈને ઘરે પરત ફરી રહેલા મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, અચાનક કાર પલટી ખાઈ જતા 2 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 10:54 am, Tue, 3 May 22

હાલમાં બનેલી કદર ના કરવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે યુવકે પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના અજમેરના નેશનલ હાઈવે 8 પર બની હતી. અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે અને બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

મળતી માહિતી મુજબ જયપુરથી અજમેર પરત ફરતી વખતે કાર બેકાબુ થતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં સોમવારના રોજ બની હતી.

કેટલાક મિત્રો સોમવારે જયપુરથી અજમેર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે 8 પર નરેલી બાઇપાસ રોડ પર કાર બેકાબુ થઇ ગઈ હતી. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી.  મળતી માહિતી મુજબ આ અકસ્માતની ઘટનામાં 30 વર્ષીય હરેશ અને 30 વર્ષીય મુકેશનું કરૂણ મૃત્યુ થયું છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક અજમેરની જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહ પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માત કયા કારણોસર બન્યો તેનું હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી અનુસાર હરેશભાઈ અને મુકેશભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ગદ્દી માલિયા વિસ્તારમાં રહેતા કેટલાક મિત્રો જયપુર ફરવા ગયા હતા. સોમવારના રોજ તેઓ અજમેર કારમાં પરત ફરી રહ્યા હતા.ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. પોલીસ હાલમાં સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાર લઈને ઘરે પરત ફરી રહેલા મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, અચાનક કાર પલટી ખાઈ જતા 2 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*