લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : નવસારીમાં કાર માથે ટેન્કર પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, પટેલ પરિવારના 5 સભ્યોના મૃત્યુ…

Published on: 10:08 am, Tue, 3 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી જાય છે. ત્યારે નવસારી માં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ઇકો કાર પર ટેન્કર પલ્ટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી કરવા માટે સુરત ગયો હતો.

ખરીદી થઈ ગયા બાદ પરિવાર પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં કન્યાના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનો કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં દીકરીના લગ્ન હતાં.

દીકરીના લગ્ન હોવાના કારણે દીકરીના માતા-પિતા, ભાઈ, માસી અને માસીનો દીકરો લગ્નની ખરીદી કરવા માટે ઇકો કારમાં સુરત આવ્યા હતા. ખરીદી થઈ ગયા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની અકસ્માત નડયો હતો. અકસ્માતના પગલે પટેલ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ 25 મી તારીખે પરિવારમાં દીકરીના લગ્ન હતાં.

આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં પરિવારના 5 સભ્યોના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિનો તમારી બચાવ થયો છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ક્રેનની મદદથી કન્ટેનરને કાર પરથી દૂર કરવામાં આવ્યું હતું. આ અકસ્માતની ઘટના લગભગ સાંજે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બની ત્યારે ઇકો કારમાં બે મહિલાઓ અને ચાર પુરુષો સવાર હતા. જેમાંથી પાંચ લોકોના કરૂણ મૃત્યુ થયા છે. અકસ્માતમાં એક વ્યક્તિનું ચમત્કારી બચાવ થયો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતની ઘટનામાં દીકરીના પિતા પ્રફુલભાઈ લલ્લુભાઈ પટેલ, દીકરીની માતા મીનાક્ષીબેન પ્રફુલભાઇ પટેલ, દીકરીનો ભાઈ શિવ પ્રફુલભાઇ પટેલ, દીકરીના માસી મનિષાબેન મુકેશભાઈ પટેલ, અને રોનક કાંતિભાઈ પટેલનું કરૃણ મૃત્યુ થયું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : નવસારીમાં કાર માથે ટેન્કર પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, પટેલ પરિવારના 5 સભ્યોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*