એક સાથે 4 માસુમ બાળકોની અર્થી ઉઠી…,અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા… જાણો આ દુઃખદ ઘટના…

Published on: 3:27 pm, Tue, 23 August 22

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગઈકાલે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ટ્રક અને સ્કૂલ વાહન વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં ચાર માસુમ બાળકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

આ ભયંકર ગંભીર અકસ્માતની ઘટના ઉજ્જૈન પાસે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર બાળકોની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ ચડ્યું હતું. અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ગઈકાલે મોદી સાંજે એક સાથે ચાર બાળકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

બાળકોના મૃત્યુના કારણે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ઉજ્જૈન-ઉનહેલ રોડ પર સ્કૂલ વાહન અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માતે સર્જાયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે સ્કૂલ વાહનની અંદર 15 જેટલા બાળકો સવાર હતા. જેમાંથી ચાર બાળકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

જ્યારે મૃત્યુ પામેલા બાળકોના મૃતદેહ ગામમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. જ્યારે બાળકોના અંતિમ સંસ્કાર એક જ જગ્યાએ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 11 બાળકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક અને સ્કૂલ વાહન ચાલકને કસ્ટડીમાં લીધા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટનામાં 13 વર્ષે ભાવાંશ, 15 વર્ષીય ઉમા, 18 વર્ષીય સુમિત અને 6 વર્ષીય ઇનાયા નામના ચાર બાળકોના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલો સુમિત પરિવારનો એકનો એક દીકરો હતો.

ઇનાયા ના મૃત્યુના સમાચાર સાંભળીને તેની માતા બેભાન થઈ ગઈ હતી. દીકરીના મૃત્યુ બાદ માતા એક જ રટ કરી રહી છે કે મને મારી દીકરી પાછી આપો… માતાને જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક સાથે 4 માસુમ બાળકોની અર્થી ઉઠી…,અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા… જાણો આ દુઃખદ ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*