16 વર્ષના બાળકે 13 વર્ષના માસુમ બાળકનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ માથું પકડી લેશો…

Published on: 4:02 pm, Tue, 23 August 22

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સોમવારના રોજ સાંજના સમયે સરદાર સરોવર શાળાના એક વિદ્યાર્થીનો તેના મિત્ર દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર માત્ર 13 વર્ષના વિદ્યાર્થીનો જીવ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, આરોપી બાળક ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તે ધોરણ 10માં બે વખત નપાસ થયો હતો. તેનું જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશે. આરોપી બાળકને શાળાએ ન જવું પડે તે માટે તેને તેના મિત્રનો જીવ લઈ લીધો હતો. જેથી તે જેલમાં જઈ શકે. સમગ્ર ઘટનાને લઈને આરોપી બાળકે જણાવ્યું કે, તેને તેના માતા પિતા અભ્યાસ માટે દબાણ અને ઠપકો આપતા હતા.

આ ઘટના ગાઝિયાબાદમાં સોમવારના રોજ સાંજના સમયે બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આરોપી બાળકની શાળાએ અભ્યાસ માટે ન જવું પડે તે માટે તેને જેલમાં જવાનો પ્લાન બનાવ્યો હતો. જેના પગલે તેને પોતાના મિત્રનો જીવ લઈ લીધો. સૌપ્રથમ તેને પોતાના મિત્રનું ગળું દબાવી દીધું અને ત્યારબાદ બિયરની બોટલ તોડીને તેના ગળા ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો.

મળતી માહિતી અનુસાર આરોપી બાળકને મંગળવારના રોજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ 13 વર્ષના નીરજ નામના બાળકનું મૃતદેહ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ હાઈવેની નીચેથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસને ખબર પડી કે નીરજ છેલ્લે તેના વિસ્તારમાં રહેતા 16 વર્ષના બાળક સાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસે શંકા ના આધારે 16 વર્ષના બાળકને કસ્ટડીમાં લીધો હતો. કસ્ટડીમાં 16 વર્ષના બાળકે પોતાનો ગુનો કબુલ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર આરોપી બાળક ધોરણ 10 માં બે વખત ફેલ થયો હતો. તે ત્રીજી વખત ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેના માતા પિતા સતત તેને અભ્યાસ માટે દબાણ કરતા હતા. પરંતુ આરોપી બાળકને અભ્યાસ કરવામાં જરાક પણ રસ ન હતો. તેને આ ઘટનાનો એક મહિના પહેલા પ્લાન બનાવ્યો હતો. આરોપી બાળકનું એવું માનવું હતું કે, તે જેલમાં જતો રહેશે તો તેને ભણવાનું દબાણ નહીં રે.

તેને પોતાના માતા પિતાનો ઠપકો નહીં સાંભળવો પડે અને તેને જેલમાં બંને ટાઈમ ખાવાનું મળશે. જેલમાં શું થાય છે અને ત્યાંની રેણી કેણી કેવી છે તે અંગે આરોપી બાળકે ઘણી વખત મોબાઇલમાં વીડિયો જોયો છે. આરોપી બાળકે મોબાઇલમાં એક ગેંગસ્ટર નો વિડીયો જોયો હતો તેવી ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આરોપી બાળક નીરજને ફરવાના બહાને પોતાની સાથે બહાર લઈ ગયો હતો. ત્યારબાદ તેને નીરજનો જીવ લઈ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "16 વર્ષના બાળકે 13 વર્ષના માસુમ બાળકનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ માથું પકડી લેશો…"

Leave a comment

Your email address will not be published.


*