જ્યારે ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનશે ત્યારે અમે મોંઘવારી અને બેરોજગારી થી રાહત આપીશું : અરવિંદ કેજરીવાલ

Published on: 4:28 pm, Tue, 23 August 22

રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા હાલમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગઈકાલે બપોરે એરપોર્ટ પહોંચ્યા હતા અને એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટ ઈશુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે સેકડો કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતા.

અમદાવાદના સીધુ ભવન નજીકના તાજ હોટલ પહોંચ્યા હતા અને અહીં તેઓએ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી મીડિયા ને સંબોધિત કરી હતી અને મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી.તેમને મીડિયા ને સંબોધતા કહ્યું કે શિક્ષા અને સ્વાસ્થ્ય પર ગેરંટી આપવા માટે અમે ગુજરાત આવ્યા છીએ. અમારી અપીલ છે કે ગુજરાતના લોકોથી કે અમારની પાર્ટીની સરકાર બનાવે અને તમારા બાળકને સારી શિક્ષણ વ્યવસ્થા અને સારી શાળાઓ અમે આપીશું.

સરકારી શાળામાં ભણવાવાળા હોય કે ખાનગી શાળામાં તમારા પુરા પરિવાર માટે મફત ઈલાજની સુવિધા કરીશું અને મોંઘવારીને બેરોજગાર ઉપર ઘણું અમે કામ કરીશું.દિલ્હીમાં અમે વીજળી અને પાણી મફત કરી દીધું છે અને શિક્ષણ સ્વાસ્થ્ય સેવા પણ મફત કરી દીધી છે અને મહિલાઓ માટે બસની સુવિધા પણ મફત કરી છે જેના કારણે લોકોને મોંઘવારીથી ઘણી રાહત મળી છે અને 12 લાખ યુવાનોને અમે રોજગારી આપી છે અને અમને રોજગારી આપતા સારી રીતે આવડે છે.

મનીષ સિસોદિયાએ મીડિયા અને સંબોધતા જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ સાથે મને ગુજરાત આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ સરકારી શાળાઓને ખૂબ જ સુંદર બનાવી છે. જ્યારે દિલ્હી મામાને પાઠની સરકાર બની છે ત્યારથી દિલ્હીમાં પ્રાઇવેટ શાળાઓના ફી વધારા પર અંકુશ મુકવામાં આવ્યો છે. હું માનું છું કે ગુજરાતમાં પણ દરેક બાળકને શાનદાર સરકારી શાળાઓ મફતમાં સારું શિક્ષણ મળે અને આ બધું કરવા માટે અમારે ફક્ત પાંચ વર્ષ કાફી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જ્યારે ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનશે ત્યારે અમે મોંઘવારી અને બેરોજગારી થી રાહત આપીશું : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*