લે તું પણ લેતો જા..! બાઈક સવાર યુવક રસ્તા પર ઉભેલી ભેંસની સળી કરવા ગયો, પછી તેની સાથે કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

Published on: 11:10 am, Wed, 7 December 22

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વિડીયો જોઈને આપણને રડવું આવી જતું હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

આ ઘટનામાં બાઈક પર સવાર યુવકોને રસ્તા પર શાંતિથી ઊભેલી ભેંસની સળી કરવી ભારે પડી જાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે યુવક બાઈક પર સવાર થઈને રસ્તા પર જઈ રહ્યા છે. રસ્તાની વચ્ચોવચ આગળ એક ભેંસ ઉભેલી જોવા મળી રહી છે. જ્યારે બાઈક ભેંસની બાજુમાંથી પસાર થાય છે.

ત્યારે પાછળ બેઠેલો યુવક ભેંસને એક લાત લગાવે છે. પરંતુ તે જ ક્ષણે તેની સાથે કંઈક એવું બને છે કે આ યુવક કોઈ દિવસ હવે મૂંગા પ્રાણીની સળી નહીં કરે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભેંસને લાત લગાવ્યા બાદ બાઈક ચાલક યુવક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દે છે. જેના કારણે બાઇક રોડની સાઈડમાં ઉતરી જાય છે.

આ ઘટનામાં બાઈકની પાછળ બેઠેલો યુવક રોડની સાઈડના ખાડામાં પડી જાય છે. બંને યુવકો બાઇક પર સવાર થઈને ભેંસની સળી કરતા હોય છે પરંતુ તે જ સ્થળે બંને અકસ્માતનો ભોગ બને છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી.

વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @NarendraNeer007 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો શેર કરતા આ વ્યક્તિએ કેપ્શન માં લખ્યું છે કે કર્મના ફળ જરૂર ભોગવવા પડશે. ખરાબ કર્મોની સજા જલ્દી જ મળે છે. તેવું જ કંઈક આ બાઈક ચાલક યુવકો સાથે બન્યું છે.

બંને બાઈક ચાલક યુવકો રસ્તા પર શાંતિથી ઊભેલી ભેંસને એક લાત લગાવવાનું ફળ બંને બાઈક ચાલકોને તાત્કાલિક મળી ગયું હતું. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં ઘણા લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો તો કહી રહ્યા છે કે કરેલા ભોગવીને જ જવાનું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લે તું પણ લેતો જા..! બાઈક સવાર યુવક રસ્તા પર ઉભેલી ભેંસની સળી કરવા ગયો, પછી તેની સાથે કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*