અમદાવાદના મેડિકલ કોલેજના 26 વર્ષેના ડોક્ટરે ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું, પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે…

Published on: 10:35 am, Wed, 7 December 22

અમદાવાદમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલા બીજે મેડિકલ કોલેજમાં 26 વર્ષના ડોક્ટરે હવે ગમ્યા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તેમને ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લઈને પોતાનો જીવન અટકાવ્યું હતું. જ્યારે ડોક્ટરના મિત્રો તેના રૂમમાં આવ્યા ત્યારે ડોક્ટર બેભાન હાલતમાં જોવા મળ્યા હતા.

ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલા 26 વર્ષના ડોક્ટરનું નામ કપિલ પરમાર હતું. તેઓ સરદારનગરના નોબલ નગરમાં રહેતા હતા.

કપિલ પર મારે અમદાવાદની કોલેજમાંથી એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમડીનો અભ્યાસ કરવા માટે બી જે મેડિકલ કોલેજમાં ભણતા હતા. ત્યારે ગત ચાર નવેમ્બરના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ પી જી હોસ્ટેલના પોતાના રૂમમાં ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લગાવીને કપિલ પ્રમાણે પોતાનું જીવનનો ટૂંકાવ્યું હતો.

જે દિવસે ઘટના બની તે દિવસે રાત્રે કપિલ પરમાર ના મિત્રો તેમને ફોન કરતા હતા પરંતુ તેઓ કોઈનો ફોન ઉપાડતા ન હતા. તેથી મિત્રો કપિલને શોધવા માટે તેના રૂમ પર પહોંચ્યા હતા. ત્યારે રૂમ પરથી કપિલ બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

ત્યારે ગઈકાલે સવારે 9:00 વાગ્યાની આસપાસ કપિલે સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અભ્યાસ અને કામના ભારને લઈને થોડાક દિવસોથી કપિલ તણાવમાં રહેતો હતો.

જેના કારણે તેને આ પગલું ભર્યું હશે. કપિલ પાસેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી કપિલના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદના મેડિકલ કોલેજના 26 વર્ષેના ડોક્ટરે ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું, પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે…"

Leave a comment

Your email address will not be published.


*