દીકરાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, દીકરાના અંતિમ સંસ્કાર કરીને પિતાએ ઘરે આવીને ગળાફાંસો ખાઈ લીધો – જુઓ યુવકનો જીવ ટૂંકાવાનો વિડીયો…

Published on: 12:21 pm, Sat, 16 July 22

મિત્રો દેશમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ વિડીયો બનાવતા ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બનતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાના મૃત્યુના કારણે પિતાને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો.

દીકરાના અંતિમ સંસ્કાર કર્યા બાદ પિતાએ આઘાતમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. મળતી માહિતી અનુસાર દીકરાએ સોમવારના રોજ સવારે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ હૃદય દ્રાવક ઘટના ઉદયપુરથી સામે આવી રહી છે. મિત્રો સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સોમવારના રોજ સવારે 19 વર્ષીય દેવીસિંહ નામના યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટકાવી લીધું હતું. યુવકે એક વિડીયો બનાવ્યો તેમાં તે ઝેરી દવા પીતો નજરે પડ્યો હતો.

આ ઘટનાના વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવક રડતા રડતા ઝેરી દવા પી રહ્યો છે. આ વિડીયો તેને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ વિડીયો જોઈને યુવકનો ભાઈ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીનેના પિતા કાળુસિંહને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ દીકરાના અંતિમ સંસ્કાર કર્યા બાદ પિતાએ ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે પ્રેમ પ્રકરણના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, દીકરાના અંતિમ સંસ્કાર કરીને પિતાએ ઘરે આવીને ગળાફાંસો ખાઈ લીધો – જુઓ યુવકનો જીવ ટૂંકાવાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*