પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે ભાઈ-બહેનનું એક જ દિવસે કરુણ મૃત્યુ – બે માસુમ બાળકની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 12:48 pm, Sat, 16 July 22

મિત્રો હાલમાં બનેલી એક દર્દનાક ઘટના આપણી સામે આવી છે. આ ઘટનામાં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે ભાઈ-બહેનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. એક જ સાથે ભાઈ-બહેનનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર બંને બાળકો રમતા રમતા પાણીથી ભરેલા ખાડામાં પડી ગયા હતા.

તેથી પાણીમાં ડૂબી જવાના કારણે બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના રાજગઢમાં બની હતી. મૃતક બાળકોના પિતા જમ્મુમાં આર્મીમાં પોસ્ટેડ છે. આ ઘટનાના બે દિવસ પહેલા જ તેઓ રજા પર ઘરે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આર્મી જવાન મુકેશ રાજ વર્મા 7 વર્ષનો દીકરો અને 4 વર્ષની દીકરી પાણીથી ભરેલા ખાડામાં પડી ગયા હતા.

તેથી બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. મળતી માહિતી અનુસાર આર્મી જવાન એક વર્ષ પહેલા પોતાના પરિવાર સાથે બાળકોના ભણતર માટે ગામ છોડીને રાજગઢની શિવધામ કોલોની માં રહેવા આવ્યો હતો. મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા આર્મી જવાન મુકેશ રજા પર પોતાના ઘરે આવ્યો હતો.

પિતાની સાથે મસ્તી કરતા કરતા બંને બાળકો બહાર રમવા માટે ચાલ્યા ગયા હતા. બંને બાળકો લાંબા સમય સુધી ઘરે ન આવ્યા તેથી પરિવારના લોકોએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે નજીકના પ્લોટમાં મકાન બનાવવા માટે પાંચ દિવસ પહેલા ખોદવામાં આવેલા ખાડામાં બંને બાળકોના ચંપલ તરતા જોવા મળ્યા હતા.

જ્યારે પાણીના ખાડામાં તપાસ કરવામાં આવી ત્યારે બંને બાળકોના મૃતદેહ ખાડામાંથી મળી આવ્યા હતા. આ ઘટના બનતા જ બાળકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા 7 વર્ષના દીકરાનું નામ અભિરાજ હતું અને મૃત્યુ પામેલી 4 વર્ષની દીકરીનું નામ આયુષી હતું. એકસાથે ભાઈ બહેનના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે ભાઈ-બહેનનું એક જ દિવસે કરુણ મૃત્યુ – બે માસુમ બાળકની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*