પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એક વખત કરવામાં આવ્યો આટલો વધારે – જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ…

Published on: 9:51 am, Thu, 31 March 22

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે. ત્યારે આજે ફરી એક વખત ટ્રેક્ટર અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 84 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

દેશની રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશની આર્થીક રાજધાની મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 84 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.

આ કારણોસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ચેન્નાઈમાં આજે પેટ્રોલના ભાવમાં 76 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. કોલકાતામાં પેટ્રોલના ભાવમાં 83 પૈસા અને ડિઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 101.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 93.07 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 116.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 100.94 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 107.45 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.52 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 111.53 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 96.22 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવની વાત કરીએ તો છેલ્લા દસ દિવસમાં નવ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લા દસ દિવસમાં પેટ્રોલના ભાવમાં 6.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 6.57 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. હજુ પણ આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એક વખત કરવામાં આવ્યો આટલો વધારે – જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*