માં માયાદેવીનું મંદિર, આજે પણ આ ગુફામાં સાક્ષાત માં માયાદેવી બિરાજમાન છે, દર્શને આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે…

Published on: 5:51 pm, Wed, 30 March 22

ભારત દેશ એક ધાર્મિક દેશ છે. આપણા દેશના લોકોમાં ધર્મ પ્રત્યે આસ્થા અને પ્રેમ જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણા એવા ધાર્મિક અને પવિત્ર સ્થળો આવેલા છે. ત્યારે આજે આપણે ગુજરાતના એક ખૂબ જ પવિત્ર સ્થળની વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે.

આ મંદિર માયાદેવીનું છે. માં માયાદેવીનું મંદિર ડાંગ જિલ્લાના સૂરદાર રમણીયા વાદીઓ વચ્ચે આવેલું છે. માયાદેવીનું મંદિર પૂર્ણા નદીના કિનારે આવેલી એક ચમત્કારી ગુફામાં આવેલું છે. અહીં હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે.

અહીં ગુફામાં સાક્ષાત્ માયાદેવી બિરાજમાન છે. માં માયાદેવી અહીં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિરે શિયાળાની અને ઉનાળાની ઋતુમાં જ ભક્તોને જોવા મળે છે. કારણ કે ચોમાસાની ઋતુમાં આ આખું મંદિર પાણીમાં ડૂબેલું રહે છે.

આજે તે જગ્યાએ માં માયા દેવી બિરાજમાન છે. ત્યાં આજથી વર્ષો પહેલા સંતાયા હતા. તેમાં જેની સાથે લગ્ન થવાના હતા તે વરાછા તેમને પસંદ ન આવતાં તેને સંતાયા માટે જોડાયા હતા. માતાજી જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ પાછળ ખીણ થતી ગઈ. અને આજે ત્યાં માતાજીની મૂર્તિ સ્થાપિત છે.

આજે પણ અહીં લોકોને માં માયાદેવીનો પરચો જોવા મળે છે. જો કોઈપણ ભક્ત અહીં આવવાની માનતા માને છે. તો તે ભક્તની બધી માનતા માં માયાદેવી પૂર્ણ કરે છે. માનતા પૂર્ણ થતા ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે ચઢાવા ચઢાવે જણાવે છે.

મનોકામના પૂર્ણ થતાં ભક્તો માં માયાદેવીના મંદિર પર તરબૂચ, દૂધ અને શ્રીફળ ચઢાવે છે. માં માયાદેવીના મંદિરે ઉનાળાની અને શિયાળાની ઋતુમાં માતાજીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભકતો આવે છે. ભક્તો અહીં આવીને એક અલગ શાંતિ અનુભવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માં માયાદેવીનું મંદિર, આજે પણ આ ગુફામાં સાક્ષાત માં માયાદેવી બિરાજમાન છે, દર્શને આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે…"

Leave a comment

Your email address will not be published.


*