કામ પતાવીને ઘરે પરત ફરી રહેલા 2 મિત્રોને રાત્રે રસ્તામાં નડ્યો અકસ્માત – એક મિત્રનું કરૂણ મૃત્યુ…

Published on: 5:12 pm, Wed, 30 March 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગાંધીનગરનાં માણસા તાલુકામાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં અમદાવાદના 42 વર્ષના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના માણસા તાલુકાના રાઠોડ પાલડી પાસે રાત્રિના અંધકારમાં બની હતી.

ટ્રેકટરની ટ્રોલી પાછળ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર અમદાવાદના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે કારમાં સવાર મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી તેમને સારવાર માટે માણસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદના ન્યુ રાણીપ અરિહંત પ્લાઝા ખાતે રહેતા 42 વર્ષના હિતેશભાઈ ગીરીશભાઈ દરજી અને તેના મિત્ર ચંદ્રેશ દરજી કાર લઈને માણસા તાલુકાના કુકરવાડા ગામે પોતાના કામ અર્થે ગયા હતા.

રાત્રિના સમયે તેઓ પોતાનું કામ પતાવીને કારમાં પરત અમદાવાદ ફરી રહ્યા હતા. ત્યારે પાલડી ગામના પાટિયા પાસે આગળ જઈ રહેલા ટ્રેકટરની ટ્રોલી પાછળ તેમને પોતાની કાર હસાવી દીધી હતી. રાત્રિના સમયે ખૂબ જ અંધકાર હોવાના કારણે હિતેશભાઈને આગળ જઈ રહેલું ટ્રેક્ટર દેખાયું નહીં.

અને પુરપાટ ઝડપે જતી કારણે ટ્રેકટરની ટ્રોલીની પાછળ ઘુસાવી દીધી હતી. ઘટના બધા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તે લોકોએ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિતેશભાઇનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કામ પતાવીને ઘરે પરત ફરી રહેલા 2 મિત્રોને રાત્રે રસ્તામાં નડ્યો અકસ્માત – એક મિત્રનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*