ઓ..હો..હો..! આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય, બે ટ્રક વચ્ચે કાર સેન્ડવીચ બની ગઈ… વીડિયો જોઈને ટાંટિયા ધ્રુજી જશે…

Published on: 11:58 am, Mon, 29 May 23

Terrible accident viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી ભયંકર અકસ્માતની વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે ભયંકર અકસ્માત(Terrible accident) સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં એક કાર બે ટ્રકની વચ્ચે સેન્ડવીચ થઈ ગઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજરે જોનાર લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા છે. અકસ્માતની ઘટના વિશે વાત કરીએ તો, રસ્તા ઉપર એક ટ્રક જતો નજરે પડી રહ્યો છે, આ ટ્રકની પાછળ એક કાર પણ જઈ રહી છે. ત્યારે અચાનક જ પાછળથી આવી રહેલા ટ્રકે કારને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને કાર બંને ટ્રક વચ્ચે સેન્ડવીચ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના અન્ય એક કાર ચાલકના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં તમે જોઈ શકો છો કે એક ટ્રક અને તેની પાછળ એક કાર શાંતિથી રોડ ઉપર જઈ રહ્યા છે.

આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ઝડપી ટ્રકે આગળ જઈ રહેલી કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે કાર આગળ ચાલી રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ઘટના આટલી ભયંકર હતી કે, આ ઘટનામાં કાર સાવ દબાઈને ભાંગીને ભૂકો થઈ ગઈ હતી.

આ ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી. અકસ્માતની ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે ઘટનામાં કાર ચાલકે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હશે. આ ભયંકર અકસ્માતની ઘટનાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર crash._.dummy નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Crash Dummy (@crash._.dummy)

20 તારીખ ના રોજ વિડીયો એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલો આ ભયંકર વિડિયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો અકસ્માતનો વિડીયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઓ..હો..હો..! આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય, બે ટ્રક વચ્ચે કાર સેન્ડવીચ બની ગઈ… વીડિયો જોઈને ટાંટિયા ધ્રુજી જશે…"

Leave a comment

Your email address will not be published.


*