માંડ માંડ બચ્યો..! રસોડામાં રસોઈ બનાવતી વખતે અચાનક જ કુકર ફાટ્યું, પછી તો કાંઈક એવું બન્યું કે… હિંમ્મત હોય તો જ વિડિયો જોજો…

Published on: 11:08 am, Mon, 29 May 23

cooker exploded: હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. ત્યારે હાલમાં એક રુવાડા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં રસોડામાં રસોઈ કરતી વખતે એક યુવક સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે વિડિયો જોઈને કાળજુ કંપની ઉઠશે.

યુવક રસોડામાં રસોઈ બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક જ ગેસ પર મૂકેલું કુકર ફાટ્યું હતું. કુકર ફાટતા જ મોટો ધડાકો થયો હતો. આ સમગ્ર દ્રશ્યોનો એક વિડીયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક રસોડામાં રસોઈ બનાવી રહ્યો છે. એક ગેસ પર કુકર મૂકવામાં આવ્યું છે.

ત્યારે બીજા ગેસ પર મુકેલા તપેલામાં યુવક કોઈ મસાલો નાખી રહ્યો છે. આ દરમિયાન ગેસ પર મુકેલા કુકરમાંથી ખૂબ જ પ્રેશરમાં ધુમાડો બહાર નીકળે છે. ત્યાર પછી કુકર જોરદાર ધડાકા સાથે ફાટે છે. કુકર ફાટ્યો ત્યારે યુવક પ્લેટફોર્મથી દૂર ચાલ્યો ગયો હતો. આ કારણોસર યુવકને કોઈપણ પ્રકારની ઈચ્છા પહોંચી નથી.

આ ઘટનામાં રસોઈ બનાવી રહેલા યુવકનો ચમત્કારી બચાવો થઈ ગયો છે. કુકર ફાટીયા બાદ યુવક ખૂબ જ ડરી ગયો હતો. ત્યાર પછી તે રસોડાની બહાર ચાલ્યો જાય છે. કુકર ફાટતા જ કૂકરના ચીથડા ઉડી ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો ફેસબુક પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલે પોતાના પેજ પર શેર કર્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માંડ માંડ બચ્યો..! રસોડામાં રસોઈ બનાવતી વખતે અચાનક જ કુકર ફાટ્યું, પછી તો કાંઈક એવું બન્યું કે… હિંમ્મત હોય તો જ વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*