છેને બાકી ગજબ ડ્રાઇવિંગ..! મહિલાએ એવી જગ્યાએ બાઈક ચલાવી કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 10:41 am, Mon, 29 May 23

Woman’s strong driving: સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે, જે જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. તમે સોશિયલ મીડિયા પર બાઈક ચલાવતી મહિલાઓના અવારનવાર ઘણા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં ખૂબ જ ગજબ ડ્રાઇવિંગ(Awesome driving) કરતી એક મહિલાનો વિડીયો સોશિયલ વડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મહિલા એવી જગ્યાએ બાઈક ચલાવતી જોવા મળી રહે છે કે વીડિયો જોઈને તમારી પણ ચીસો નીકળી જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા સાવ સાકડા એવા રસ્તા ઉપર બાઈક ચલાવતી નજરે પડી રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જો મહિલાએ બાઈક પર કાબુ ગુમાવ્યો હતો તો તે સીધી ખાઈમાં પડી ગયો હોત.

વીડિયો જોઈને ભલભલા લોકોની આંખો પહોળી થઈ ગઈ છે અને લોકો મહિલાના ગજબ ડ્રાઇવિંગના વખાણ કરી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લાલ કલરનું જેકેટ પહેરીને એક મહિલા બાઇક પર બેઠેલી જોવા મળી રહે છે. મહિલા એક ઢાળ વાળા રસ્તા ઉપર બાઈક ચલાવતી નજરે પડી રહે છે.

આ દરમિયાન ઢાળ વાળા રસ્તા ઉપર વળાંક આવે છે અને અંતિમ સમયમાં બાઇક પર બ્રેક લગાવી દે છે. જો મહિલાએ યોગ્ય સમયે બ્રેક લગાવી ન હોત તો બાઈક સિધી ખાયમાં પડી ગઈ હોત. મહિલા રસ્તા ના કિનારા ઉપર આવીને બાઈકની બ્રેક લગાવી દે છે, ત્યાર પછી બાઇકને વળાંક વાળીને સાવ સાંકડા એવા રસ્તા ઉપર બાઈક લઈને જતી રહે છે. ઘણા લોકો એવા હોય છે મહિલાઓની ડ્રાઇવિંગની હંમેશા મજાક ઉડાવતા હોય છે.

તેવા લોકોને આ વિડીયો જરૂર શેર કરજો. વાયરલ થયેલો વિડિયો ક્યાનો અને ક્યારનો છે તે અંગેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ વિડિયો instagram પર @rising.tech નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતાને ઘરે પડી રહ્યા છે. 24,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે અને હજારોની સંખ્યામાં અત્યાર સુધીમાં આ વિડીયો લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છેને બાકી ગજબ ડ્રાઇવિંગ..! મહિલાએ એવી જગ્યાએ બાઈક ચલાવી કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*