સુતા સુતા બાઈક ચલાવી ભારે પડી ગઈ..! બાઈક પર જોખમી સ્ટંટ કરી રહેલા યુવક સાથે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… વીડિયો જોઈને હચમચી જશો…

Published on: 12:44 pm, Mon, 29 May 23

Viral video: હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં ઘણા યુવાનો ફેમસ થવા માટે બાઈક પર અલગ અલગ પ્રકારના જોખમી સ્ટંટ(Risky stunt) કરતા હોય છે. પરંતુ અમુક વખત આવા લોકોને બાઈક પર જોખમી સ્ટંટ કરવા ભારે પડી જતા હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક યુવકને સુતા સુતા બાઈક ચલાવીને જોખમી સ્ટંટ કરવો ભારે પડી ગયો છે. સુતા સુતા બાઈક ચલાવી રહેલો યુવક એક ભયંકર અકસ્માતનો શિકાર બન્યો છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર બે યુવકો સુતા સુતા બાઈક ચલાવતા નજરે પડી રહ્યા છે.

બંને યુવકો પોતાની જીવની પરવા કર્યા વગર આ પ્રકારના જોખમી સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે એક કાર ચાલક આ બંને યુવકોના જોખમી સ્ટંટના દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યો છે. આ દરમિયાન બાઇક પર જોખમી સ્ટંટ કરી રહેલા બંને યુવકો માંથી એક યુવક ભયંકર અકસ્માતની ઘટનાનો શિકાર બને છે.

સુતા સુતા બાઇક ચલાવી રહેલો યુવક વિડીયો બનાવી રહેલા કારચાલક સામે જોવા જાય છે, ત્યારે તે આગળ જઈ રહેલી કાર સાથે અથડાય છે. જેના કારણે તે અકસ્માતનો શિકાર બન્યો હતો. ત્યાર પછી તે યુવક સાથે શું થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી.

પરંતુ ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે યુવક અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હશે. કારણ કે અકસ્માતની ઘટના બની ત્યારે બાઈક ની સ્પીડ ખૂબ જ વધારે હતી. ઘટનાનો આ વિડીયો પાંચ દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર wheeliefeed નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે કે, આવા જોખમી કરતા લોકો સાથે આવું જ બનવું જોઈએ કારણકે આવા લોકો પોતાનો તો જીવ જોખમમાં નાખે જ છે સાથે સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં નાખે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુતા સુતા બાઈક ચલાવી ભારે પડી ગઈ..! બાઈક પર જોખમી સ્ટંટ કરી રહેલા યુવક સાથે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… વીડિયો જોઈને હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*