સ્ટંટના ચક્કરમાં જીવ જોખમમાં…! ચાલુ બાઈક પરથી નીચે ઉતરીને યુવકે કર્યો જોખમી સ્ટંટ – જુઓ વિડિયો

Published on: 7:07 pm, Mon, 13 June 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાઇરલ થવા પામ્યો છે.

જે વાયુવેગે લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરો સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.આ વિડીયો જોઈને લોકો ખૂબ જ રોષે ભરાયા છે. આવા ખતરનાક સ્ટંટ કરીને નવજુવાનિયાઓ અન્ય લોકોને પણ જોખમમાં મૂકતા હોય છે. આવો, વાત કરીએ કે ખરેખર આ વીડિયોમાં શું છે? સ્કેટ પ્રેમીઓ તો તમે ઘણા જોયા હશે પરંતુ આ પ્રકારના નહીં!

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક છોકરો કઈ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને મોપેડ સાથે રાખીને સ્કેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. વાહનોની અવરજવર થઇ રહેલા રોડ પર આ વ્યક્તિ સ્કૂટીનું લિવર મારી રહ્યો છે અને ત્યારબાદ પાછળથી એને પકડીને સ્કેટિંગ પર સવાર થાય છે.

સૌપ્રથમ તે સ્કૂટી ચલાવે છે અને લીવર માર્યા બાદ તે ધીમે ધીમે પાછળ જાય છે. અને સ્કૂટીનો પાછળનો ભાગ પકડીને સ્કેટિંગ પર સવાર થાય છે. આ સ્ટંટ માં તેણેે પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો જ છે, પરંતુ સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકયા છે. આ રોડ પર ઘણી ફોરવીલર કાર અને ટુવિલર બાઇક પસાર થઈ રહી છે.

પરંતુ કોઈ પણ ભય વગર તે આ પ્રકારનો ખતરનાક સ્ટંટ કરતો વિડિયો બનાવી રહ્યો હતો.મોટેભાગે આવા સ્ટંટ ભારે પણ પડી શકે છે. આ પ્રકારના સ્ટન્ટ ક્યારે દુર્ઘટનાનું રૂપ ધારણ કરે તેનો અંદાજો પણ લગાવી શકાતો નથી! જાહેરમાં આ પ્રકારના સ્ટન્ટ કરવા પર કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by @ratulramgarhia

હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં @ratulramgarhia નામના પેજ શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઇને કોમેન્ટ બોક્સમાં ઘણા યૂઝર્સને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવા જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્ટંટના ચક્કરમાં જીવ જોખમમાં…! ચાલુ બાઈક પરથી નીચે ઉતરીને યુવકે કર્યો જોખમી સ્ટંટ – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*