સૂરજ ભુવાના માં બાપે કરી એવી કાર્યવાહી કે ઢોંગી ભૂવાના ભવાડા થઈ ગયા જાહેર…

Published on: 6:45 pm, Mon, 13 June 22

આપણી સમક્ષ અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં આજે આપણે એક વાત કરવા જઈ રહ્યા છીએ કે જે હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. થોડાક દિવસો પહેલા એક યુવતી દ્વારા સુરેશ ભુવા નામના યુવક પર જાતીય શોષણના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ યુવતીએ સુરેશ ભુવાજી પર આરોપ લગાવ્યો તો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.  ત્યારબાદ સુરેશ ભુવાજી પોતાના બચાવમાં એક વીડિયો વાયરલ કર્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે યુવતી તમામ વાતો ખોટી છે અને તે મારી પાસે પૈસા પડાવતી હતી.

ત્યારે સુરેશ ભુવાના માતા-પિતાએ ન્યૂઝપેપરમાં એક જાહેર નોટીસ અપાવી છે. તો ચાલો જાણીએ નોટિસમાં વિગતવાર શું લખ્યું છે. જાહેર નોટીસ લખ્યું હતું કે આથી અમો નીચે સહી કરનાર આ એક લાખાભાઈ સામતભાઈ સોલંકી અને હંસાબેન ભાઈ સોલંકી બંને ભવનાથ જુનાગઢ રહેવાસી છીએ અને જાહેર જનતા તથા લાગતા વળગતાને જાણ કરવામાં આવે છે કે અમો ઉપર જણાવેલ તથા નીચે સહી કરનાર આ ઉપરના સરનામે કુટુંબ સાથે રહ્યા છે.

અમારા બધા જ સભ્યો અમારા પુત્રના નામે સુરજ લાખાભાઈ સોલંકી કે જેઓ અમારા કુટુંબની રીતરસમને અનુસરતા નથી. વધુમાં જણાવ્યું હતું કે પુત્ર સુરજ ભુવાને તમામ પ્રકારની સ્થાવર-જંગમ મિલકત માંથી બે દખલ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ અમારી તમામ પ્રકારની સ્થાવર-જંગમ મિલકત માંથી કોઈ હિસ્સો કે હક રહેશે નહીં.

એવામાં સુરેશ લાખા ભાઈ સોલંકી સમાજની કોઇપણ વ્યક્તિ કે અન્ય કોઈપણ સંસ્થા બેંક સરકારી, બેન્ક અર્થે સરકારી બેંકે, ઓથોરિટી પરત્વે કોઇ પણ પ્રકારના વ્યવહાર પણ કરશે નહીં. વિસ્તૃતમાં જણાવતા કહ્યું કે અમારા કુટુંબની રીતરસમને અનુસરતા નથી એવા સુરજ લાખાભાઈ સોલંકી કે જેઓ અમારા કંઈ નથી અને સમાજમાં પણ અમારી બદનામી થાય તેવું વર્તન વ્યવહાર કરતા રહે છે.

તેથી અમો સહી કરનારા કે હવેથી જુનાગઢ વાળી જમીન પર સુરજ લાખાભાઈ સોલંકી નો હક રહેશે નહીં. તેમણે નોટિસમાં વધુ જણાવતા કહ્યું છે કે અમે સહી કરનારા કોઇપણ પ્રકારની જવાબદારી હવે સુરજ ભુવા પ્રત્યે રહેશે નહિ અને તેને કોઈપણ પ્રકારના હક પણ મળશે નહીં.

સમાજની કોઈ વ્યક્તિ કે કોઈ પણ આવા પ્રકારનો વ્યવહાર કે વહીવટ અમારા સુરજ ભાઈ સોલંકી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરશે તો પણ સંપૂર્ણ જવાબદારી એટલે કે વ્યવહાર વહીવટ કરનારા પક્ષકારોને રહેશે. તેમાં અમારી કોઈ પણ પકારની જવાબદારી રહેશે નહીં. આવી વિગતો ન્યૂઝપેપરમાં નોટિસ વાર દર્શાવી હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સૂરજ ભુવાના માં બાપે કરી એવી કાર્યવાહી કે ઢોંગી ભૂવાના ભવાડા થઈ ગયા જાહેર…"

Leave a comment

Your email address will not be published.


*