આપણો ભારત દેશ વિવિધ ધર્મથી વરેલો દેશ છે અને આપણા દેશની અંદર આદિ પુરાણકાળથી વિવિધ ધર્મના અલગ અલગ પ્રકારના તિલક લોકો પોતાના કપાળ પર લગાવતા હોય છે. તો શું તમે જાણો છો ? , કે કપાળ પર લગાવવામાં આવતા વિવિધ ધર્મના અલગ અલગ પ્રકારના તિલક અને ચાંદલા થી આપણા શરીરને ઘણા બધા ચમત્કારિક ફાયદાઓ થાય છે. જોકે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કપાળ પર તિલક આપણે જોઈએ છીએ ત્યારે મનમાં પ્રશ્ન આવે છે, કે કપાળ પર તિલક લગાવવાથી શું ફાયદો થાય છે ? આપણા જીવનની અંદર તિલકનું એક ખાસ અને અનેરૂ મહત્વ રહેલું છે.
હિન્દુ ધર્મની અંદર વિવિધ ધર્મની અંદર અલગ અલગ પ્રકારના તિલક અને ચાંદલા નું એક અલગ પ્રકારનું મહત્વ રહેલું છે. શુભ પ્રસંગથી માંડીને અનેક ધાર્મિક વિધિઓ કરતી વખતે તિલક લગાવવામાં આવે છે. આપણા જીવનની અંદર તિલકનું ખૂબ જ વધારે મહત્વ રહેલું છે, આપણી સંસ્કૃતિમાં આદિપુરાણ કાળથી પૂજા વિધિઓ અને શુભ પ્રસંગની શરૂઆત કરતા સમયે શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
એવી જ રીતે કોઈ પણ નાની અથવા તો મોટી પૂજા પ્રાર્થના તિલક કરવાથી શરૂ થતી નથી. એટલે કે કપાળ ઉપર તિલક લગાવવા માટે ચંદન અથવા તો સિંદૂર અથવા તો કંકુ અથવા ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ સૈનિક શત્રુઓની સામે મોરચો લેવા ઘરની બહાર નીકળે છે ત્યારે તેની માતા અથવા બહેન અથવા તો પત્ની તેને તિલક લગાવતા હોય છે.
હિન્દુ ધર્મની અંદર કોઈપણ પ્રકારની નાની મોટી પૂજા અથવા તો કોઈ નવા સોપાનની શરૂઆત હોય અથવા તો કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે સૌથી પહેલા તિલક અથવા તો ચાંદલો લગાવીને શુભ કાર્ય ની શરૂઆત કરવામાં આવતી હોય છે. કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બની જાય છે અને શરીર પર મનોવૈજ્ઞાનિક અસર પણ થાય છે. તેના કારણે આત્મવિશ્વાસ અને આત્મબળમાં પણ ખૂબ જ વધારો થાય છે. કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ અસરકારક બને છે અને તિલક લગાવવાથી માનસિક અસર પણ પડે છે.
તેના કારણે વ્યક્તિને પોતાના આત્મશક્તિમાં ખૂબ જ વધારો થાય છે, કપાળ પર નિયમિત તિલક લગાવવાથી મસ્તીકમાં તરવરાટ આવે છે તેમજ મગજમાં શાંતિનો અહેસાસ થાય છે. જેના કારણે માનસિક બીમારીઓથી આપણે બચી શકીએ છીએ, મગજ ની અંદર રહેલા સેરટોનીન અને બીટા એડરોફિંન સંતુલિત થઈ જાય છે. જેના કારણે આપણા શરીરની ઉદાસી દૂર થઈ શકે અને મગજમાં જાણે ઉત્સાહ હોય અને સારા કામો કરવા માટે પણ પ્રોત્સાહન મળે છે.
તિલક લગાવવાથી માથાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે અને હળદર યુક્તિ તિલક લગાવવાના કારણે કપાળની ત્વચા શુદ્ધ થાય છે. તેના કારણે આપણું શરીર રોગમુક્ત બને છે અને ધાર્મિક માન્યતા પ્રમાણે કપાળ ઉપર ચંદનનું તિલક લગાવવાના કારણે મનુષ્યના પાપોનો નાશ થાય છે. માનવ શરીર ઘણા બધા પ્રકારના આર્થિક તેમજ માનસિક સંકટમાંથી બચી શકે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તિલક લગાવવાના કારણે ગ્રહોની ગતિ પણ શાંત થઈ શકે છે. ચંદનનું તિલક લગાવવાના કારણે ઘરની અંદર રહેલું અન્ન અને ધનમાં વધારો થાય છે.
તેમજ ઘરના સૌભાગ્યમાં પણ વધારો થાય છે, ચંદન તિલક લગાવવાની કારણે વ્યક્તિનું ઘર હંમેશા સંપત્તિથી સમૃદ્ધિ રહે છે. હિન્દુ પરંપરા પ્રમાણે તિલક લગાવવું ધાર્મિક કાર્યની સાથે સંકળાયેલું છે અને દરેક શુભ પ્રસંગે આમ કરવાથી તમારા તમામ કામ સંપૂર્ણ થાય છે. આદિપુરાણ કાળથી શ્રી ઋષિમુનિઓ અને યોગી લોકો મેડીટેશન શરૂ કરતાં પહેલાં તેઓ પોતાના કપાળ પર તિલક લગાવતા હોય છે. જેના કારણે તેમને શાંતિનો અનુભવ થાય છે અને આજ્ઞાચક્ર માં પણ ઉપસ્થિત ભીડમાં જોડાયેલી બધી નાડીઓનો સમૂહ આવેલો હોય છે. જેના કારણે કપાળ પર તિલક કરવાથી માનસિક એકાગ્રતા માં પણ વધારો થાય છે અને મગજ શાંત રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો