સમાચાર

સુરતમાં વધુ એક રત્નકલાકારે મંદીથી કંટાળીને જીવ ટૂકાવ્યો,મરતા પહેલા પોતાના સગા ભાઈ ને જણાવી એવી વાત કે જાણીને તમે પણ રડી પડશો…

આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં એક રત્ન કલાકારે આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી રત્નકલાકાર યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો, રત્નકલાકારે આપઘાત કરી લેતા ત્રણ સંતાનોએ નાની ઉંમરમાં જ પિતાની છત્ર છાયા ગુમાવી છે. ઘટનાને પગલે પૂણા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રત્નકલાકારે આપઘાત કરતાં બાળકો અને પત્નીની જવાબદારી નાનાભાઈને સોંપી છે.

આપઘાત અગાઉ નાના ભાઈ સાથે વાત કરીને છોકરા છૈયા ની જવાબદારી સોપી હતી. સુરતના પુણાગામ વિસ્તારમાંથી 31 વર્ષીય રત્ન કલાકારે આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પુણાગામ મુક્તિધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ જીંજાળાએ પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લઈ મોતને વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ પુણા પોલીસને થતા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

વિપુલ જીંજાળા આપઘાત પાછળ આર્થિક ભીંસ સૌથી મહત્વનું પરિબળ સામે આવ્યું છે. ત્યારે વિપુલના નાનાભાઈ પરેશે જણાવ્યું હતું કે મારા ભાઈ છેલ્લા 17 વર્ષથી હીરા કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી તે આર્થિક સંકળામણ અનુભવતા હતા, હીરા કંપની માંથી મળતો પગાર પૂરતો પડતો ન હતો. પગારની આવક કરતા મોંઘવારીમાં ઘરની જરૂરિયાત મુજબના ખર્ચા ખૂબ જ વધી જતા હતા.

ઘરનું શાકભાજી, કરિયાણું ઉપરાંત ત્રણ બાળકોને પાછળ થતો ખર્ચને તે પહોંચી વળતા ન હતા. જેના કારણે તેમણે આ પગલું ભર્યું છે, પરેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે આપઘાત પહેલા છેલ્લે તેમણે મારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તું મારા બૈરી છોકરાને સાચવજે. આવું બોલવા પાછળ કારણ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો, ત્યારે પણ તેમણે એવું જ કહ્યું કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મારાથી નથી પહોંચી વળાતું, બસ ત્યારબાદ તેમણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *