સાત બહેનોએ પોતાના ચાર વર્ષના નાનકડા ભાઈને બચાવવા 4 કરોડ રૂપિયા ભેગા કરવા છતાં થયું કંઈક એવું કે…

Published on: 3:56 pm, Mon, 24 April 23

દરેક માતા-પિતા પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે, તેથી માતા-પિતા તેમના બાળકોને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે દિવસ રાત મહેનત કરે છે. પરંતુ આજે ઘણા પરિવારોમાં અનાથ છે, અનાથ બાળકો જેટલું દુઃખ બીજું કોઈ નથી ભોગવતું. તેવી જ રીતે આજે આપણે એક દુખદ ઘટના વિશે વાત કરીશું, રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

માહિતી અનુસાર એક પરિવારની સાત બહેનો તેમની ઉંમર 20 વર્ષ સુધીની છે. સાત બહેનોના માતા-પિતાનો થોડા દિવસ પહેલા અવસાન થયું હતું, આ બહેનોનો ચાર વર્ષનો ભાઈ પણ હોસ્પિટલમાં હતો અને આજે તેનું અવસાન થયું ત્યારે બહેનો ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી.

આજે પણ આ બહેનોની આંખોમાંથી આંસુ સુકાતા ન હતા, આ ઘટના વિશે વધુ માહિતી મેળવીએ તો બાડમેરના સિંધરી વિસ્તારમાં એક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ખેમારામ અને તેની પત્ની કુકુદેવી નું મોત થયું હતું. આ પરિવારના લોકો તેમની મોટી દીકરી સાથે છોકરાને જોવા જઈ રહ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ રસ્તામાં અકસ્માત થઈ ગયો,

આ અકસ્માતમાં ચાર વર્ષનો પુત્ર દેશરાજ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, આ અકસ્માતમાં તેના માતા પિતા નું મૃત્યુ બાદ જ્યારે તેનો મૃતદેહ તેના વતન લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ એકત્ર થઈ ગયું હતું. દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા ગામના લોકો, ચાર વર્ષનો પુત્ર પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

લોકોએ તેના માટે પૈસા પણ જમા કરવાનું શરૂ કર્યું, માત્ર પાંચ દિવસની અંદર બે કરોડથી પણ વધારે રકમ જમા થઈ ગઈ. આ સાથે બહેનોએ પોતાના ભાઈ માટે દાન એકઠું કર્યું, પરંતુ ત્યાં સુધીમાં ચાર વર્ષનો દેશરાજ આ દુનિયા છોડીને જતો રહ્યો હતો.

આ સાતેય બહેનો આજે મા-બાપ અને ભાઈ વગરની એકલી પડી ગઈ હતી, આજે પણ આ બહેનો પોતાના માતા પિતા અને ભાઈને યાદ કરીને હર્ષના આંસુ રડી રહી છે. કારણકે આ બહેનોએ પોતાના ભાઈને બચાવવા માટે પાંચ દિવસની અંદર બે કરોડથી પણ વધારે રકમ એકઠી કરી લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં એનો ચાર વર્ષનો ભાઈ આ દુનિયા છોડીને જતો રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો