સુરતમાં ચાલુ ગાડીએ જ કાપડના વેપારીને મળ્યું દર્દનાક મોત, જાણો એવું શું થયું કે બે સેકન્ડમાં ભરખી ગયો કાળ…

Published on: 3:42 pm, Mon, 24 April 23

દેશમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકને કારણે થઈ રહેલા મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ક્યારેક રમતના મેદાનમાં તો ક્યારેક જીમમાં, તો ક્યારેક શાંતિથી બેઠા બેઠા, તો ક્યારેક ચાલુ વાહને હાર્ટ એટેક આવવાના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.

હાર્ટ એટેકને કારણે મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આવી જ એક સુરતના ખટોદરા વિસ્તારની ઘટના સામે આવી છે. જેમાં એક વેપારી વ્યક્તિ બાઈક પર પાછળ બેઠો હતો અને અચાનક હાર્ટ એટેક આવવાના કારણે તેનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો સુરતમાં કટોદરા વિસ્તારમાં એક 42 વર્ષના કાનસિંહ રાજપૂત નામના વ્યક્તિનું મોત થયું છે. જાણવા મળ્યું છે કે તેઓ હમણાં જ રાજસ્થાનથી ત્રણેક દિવસ અગાઉ સુરત આવ્યા હતા. તેઓ કાપડના વેપારી હોવાના કારણે સુરતમાંથી કાપડ લઈને રાજસ્થાન વેચતા હતા.

આ ઘટના ઘટી ત્યારે કાનસિંહ બાઈક પર પાછળ બેઠા હતા અને અચાનક જ તેને છાતીમાં દુખાવો શરૂ થયો અને તે બાદ ઢળી પડ્યા હતા. વધુ માહિતી વિશે જાણીએ તો અચાનક તેમનું મોત થતાં આ તરફ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો,

તેમના મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર થોડા દિવસોમાં આ પ્રકારની એક એક ઘટનાઓ સામે આવી રહી છે. જો વાત કરવામાં આવે તો હાલમાં જ એક બસ ચાલકને ચાલુ બસે, એક ટ્રક ચાલકને ચાલુ ટ્રકે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. સુરતમાં ગયા અઠવાડિયે પણ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો.

જેમાં નવજાત બાળકની છઠ્ઠી નો પ્રસંગ ચાલી રહ્યો હતો અને બાળકના જન્મની ખુશીમાં તેના પિતા મસ્તીમાં નાચી રહ્યા હતા. તેઓ નાચતા નાચતા અચાનક ઢળી પડ્યા હતા, પરિવારજનોએ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ટૂંકી સારવાર પછી બાળકના પિતાનું મોત થયું. રાજ્યમાં અવારનવાર હાર્ટ અટેક ના કારણે ઘણા લોકો મોતને ભેટ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો