કોલેજના દોસ્તારો સાથે નાહવા આવેલા 21 વર્ષીય વિદ્યાર્થી મહીસાગર નદીમાં ડુબતા જીવ ગુમાવ્યો, પાણીમાં રૂંધાઈ રૂંધાઇને ગુમાવ્યો જીવ…

Published on: 3:41 pm, Mon, 24 April 23

મિત્રો ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે થોડાક દિવસ પહેલા બનેલા એક દુઃખદ કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં નદી, તળાવ અથવા નહેરમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજે આપણે તેવી જે ઘટના વિશે વાત કરવાના છીએ.

આજકાલ સોશિયલ મીડિયા પર અવનવા કિસ્સાઓ સામે આવે છે જે જોઈને આપણું હૈયું કંપી ઉઠે છે. આવો જ એક કિસ્સો વડોદરા જિલ્લાના સાવલીના લાંછનપુરા ગામ પાસે આવેલ મહીસાગર નદીમાં ડૂબવાથી એક 21 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

અવારનવાર લાંછનપુર ગામ પાસે પસાર થતી મહી નદીમાં આશાસ્પદ યુવકોના મોતના ડૂબવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ફરી વધુ એક કિસ્સો સામે આવ્યો છે, મૃતક વિદ્યાર્થી અભિષેક આશિષભાઈ પટેલ મૂળ ગોધરાનો રહેવાસી છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો.

તે વડોદરા ના તરસાલીમાં માસાના ઘરે રહેતો અને અભ્યાસ કરતો હતો. પરંતુ મૃતક પોતાના કોલેજના સાત મિત્રો સાથે મહી નદીમાં નાહવા માટે આવ્યો હતો પરંતુ એકાએક જ નદીમાં તે ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ 108 ને જાણ કરવામાં આવી અને સારવાર અર્થે સાવલી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો.

પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો અને સ્થાનિક તરવૈયાની મદદથી યુવકને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મહીસાગર નદીમાં અવારનવાર આવા કેટલાક યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. લોકો પોતાના શોખ ખાતર અને મોજ કરવા માટે નદીમાં નાહવા માટે જાય છે અને ડૂબી જાય છે અને પોતાનો જીવ ગુમાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો