કમો પહેલીવાર જીમમાં કસરત કરવા માટે પહોંચ્યો, કમાએ જીમમાં એવી કસરત કરી કે… જુઓ કમાનો એકદમ નવો નકોર વિડિયો…

Published on: 12:22 pm, Thu, 2 March 23

મિત્રો ગુજરાતમાં રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કોઠારીયાના કમાનું નામ તો તમે જરૂર સાંભળ્યું હશે. હાલમાં તો કમાનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત બની ગયું છે. ગુજરાત રાજ્યની અંદર થતા તમામ ડાયરાઓમાં હવે કમાની હાજરી ફરજિયાત બની ગઈ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ કમાને જોવા માટે ડાયરામાં ઉમટી પડતા હોય છે.

ઉપરાંત તમે સોશિયલ મીડિયા પર કમાના ઘણા અવારનવાર વિડિયો પણ જોયા હશે. ત્યારે હાલમાં કમાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  મિત્રો તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીએ એક ડાયરામાં જ્યારે રસીયો રૂપાળો રંગ રેલીયો ગીત ગાયું હતું. ત્યારે આ ગીત પર કમાએ આગળ આવીને એક અનોખો ડાન્સ કર્યો હતો.

ત્યારબાદ કમાનો ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. પછી તો રાતો રાત કમો સેલિબ્રિટી બની ગયો હતો. એક સમયે કમાને કોઈ બોલાવવા માટે પણ તૈયાર ન હતું અને આજે તે કમાને પોતાના કાર્યક્રમ કે ડાયરામાં બોલાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે.

તો ત્યારે હાલમાં કમાના વાયરલ થયેલા વિડિયો વિશે વાત કરીએ તો, કમાભાઈ એક જેમની અંદર કસરત કરતા જોવા મળી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે જીમમાં કમાભાઈ પહેલી વખત કસરત કરવા માટે પહોંચ્યા હતા. જીમમાં જઈને કમાએ એવી એવી કસરતો કરી કે વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

જીમમાં કસરત કરતા કમાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કમાને કસરત કેવી રીતે કરવી તે શીખવાડી રહ્યો છે. ત્યારે કમો જેમની અંદર એક અનોખા અંદાજમાં કસરત કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર kothariya_kamo_official નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને 33,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો તો કમા ને કસરત કરતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કમો પહેલીવાર જીમમાં કસરત કરવા માટે પહોંચ્યો, કમાએ જીમમાં એવી કસરત કરી કે… જુઓ કમાનો એકદમ નવો નકોર વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*