કમાભાઈનું નવરાત્રીનું નવ દિવસનું બુકિંગ ફુલ, એક સમયે લઘરવગર ફરતો કમો આજે બની ગયો સેલિબ્રિટી, આજે એક એન્ટ્રી કરવાના હજારો રૂપિયા લે છે…

Published on: 7:24 pm, Wed, 21 September 22

હાલ તો સમગ્ર ગુજરાતમાં વાહ વાહ થઈ રહી હોય તો કમાણી કારણ કે લઘર વગર રખડતો જે આજે દુનિયાભરમાં સેલિબ્રિટી બની ગયો. એટલું જ નહીં પરંતુ ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું તે ખૂબ ભોળો છે તેને દુનિયાદારીની તો જાજી સમજણ નથી પરંતુ તેને ભજનમાં ઊંડો રસ છે.એટલું જ નહીં પરંતુ તેનો અવાજ સ્પષ્ટ નથી છતાંય ભજનો ગાવાનો તેને ગજબ નો શોખ છે.

ડોક્ટરની વાતને સમર્થન આપતા કમો લોક ડાયરામાં જવા માટેની તક શોધતો રહેતો હતો. એવામાં જ એક દિવસ કિર્તીદાન ગઢવી એ તેના ડાયરામાં આગળ બોલાવ્યો હતો તે દરમિયાન કિર્તીદાન ગઢવી ના લોકગીત પર ખુશ થઈને ગાંડી ઘેલી હરકતો કરતો કમો કે જે લોકોને ગમી ગયો હતો એ દિવસે જ તેના ખિસ્સામાં 6000 રૂપિયા આવ્યા હતા. જેમાંથી તેણે કેટલા રૂપિયા મોજમાં આવીને ઉડાડી દીધા હતા.

વાત કરીશું તો એ દિવસથી તો લોકો પર રૂપિયા ઉડાડવા લાગ્યા છે આ શબ્દો છે કમો ઉર્ફે કમલેશ ના પિતા નરોત્તમભાઈના. સમગ્ર રાજ્યમાં એકે એક ડાયરાની શાન બની ગયેલો આ કમો જેની દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. એટલું જ અહીં પરંતુ કોઈ મોટી સેલિબ્રિટી ની જેમ બેન્ટલી, રોલ્સ રોઇસ કારમાં કમો એન્ટ્રી પાડે છે અને જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નજરે પડ્યા છે.

એમાંય આવનારા દિવસોમાં નવલી નવરાત્રી આવી રહી છે ત્યારે કમાનો ક્રેઝ આસમાને પહોંચી ગયો કમો તો ભાઈ કમો કહેવાય મોજ આવે તો બોલે બાકી નો પણ બોલે આવા સૂત્રો ફરતા થયા છે. પહેલા તો તે સાદાયની જેમ પોતાના ગામડામાં લઘર વગર ફરતો અને આજે મોટી સેલિબ્રિટી ની જેમ સૂટ બુટમાં એન્ટ્રી પાડે છે અને તેની સાથે લોકો સેલ્ફી પડાવવા માટે પડાપડી કરતા નજરે પડે છે.

ત્યારે વાત કરીશું તો આ કમો સુરેન્દ્રનગરના કોઠારીયા ગામનો વતની જે થોડોક મંદ બુદ્ધિ હોવાને કારણે તેને ભજનમાં ખૂબ જ રસ છે. સૌથી પહેલા તો કિર્તીદાન ગઢવી દ્વારા આ કમા ની બધા કાર્યક્રમોમાં લઈ જવામાં આવતો હતો અને ધીરે ધીરે હવે કોઈપણ સ્થળે લોક ડાયરા નું આયોજન હોય કે પછી કલાકારો હોય ત્યાં કમાણી હાજરી જરૂર હોય છે.

તેમના પરિવાર વિશે વાત કરીશ તો તેમના પિતાનું નામ નરોત્તમભાઈ છે. અને કમા ની ઉંમર 26 વર્ષની છે તેમના પિતા એક ખેડૂત છે અને કમાને બે મોટાભાઈ છે.જેમનું નામ સુરેશ અને સંજય એ બંને ભાઈ લાદીસ નું કામ કરે છે અને કમો કોઠારીયા ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. એવામાં કિર્તીદાન ગઢવી ને લોક ડાયરામાં તેની કિસ્મત ખુલી ગઈ અને હાલ તો તે સેલિબ્રિટી બની ગયો.

જાણવા મળ્યા અનુસાર કમો ખૂબ જ ઓછું બોલે છે લગભગ તો બોલતો જ નથી પરંતુ લોક ડાયરામાં કમાલ ને જુઓ તો તેનું અલગ જ સ્વરૂપ જોવા મળે છે અને મોજમાં જ હોય છે. જ્યારે લોક ડાયરામાં મન મૂકીને નાચી લેશે અને ખૂબ જ આનંદ હોય તેવું લાગે છે, ત્યારે હાલ તો નવરાત્રીના દિવસો આવી રહ્યા છે ત્યારે કમાને સૌ કોઈ લોકો સેલિબ્રિટી તરીકે બોલાવી રહ્યા છે. તો કહી શકાય કે બોલીવુડના સુપરસ્ટારને પણ ઝાંખી પાડતો આ કમો આજે સૌ કોઈ લોકો માટે લોકપ્રિય બન્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કમાભાઈનું નવરાત્રીનું નવ દિવસનું બુકિંગ ફુલ, એક સમયે લઘરવગર ફરતો કમો આજે બની ગયો સેલિબ્રિટી, આજે એક એન્ટ્રી કરવાના હજારો રૂપિયા લે છે…"

Leave a comment

Your email address will not be published.


*