મિત્રો સાથે રમી રહેલો 9 વર્ષનો માસુમ બાળક, પાણીથી ભરેલા 10 ફૂટ ઊંડા ખાડામાં ડૂબી ગયો, માસુમ બાળકનું કરુણ મૃત્યુ… પરિવારના લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા…

Published on: 6:06 pm, Sat, 16 July 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં વરસાદના કારણે ભરાયેલા પાણીમાં 9 વર્ષનો બાળક ડૂબી ગયો છે. પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર કેટલાક લોકોએ ઘટના બની તે જગ્યાએ જેસીબી વડે 10 થી 12 ફૂટ ઊંડો ખાડો બનાવ્યો હતો. ત્યારે ધોધમાર વરસાદ પડવાના કારણે આ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું.

ત્યારે અહીં રમી રહેલો એક માસુમ બાળક પાણીથી ભરાયેલા ખાડામાં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકનું નામ યુવરાજ હતું. તેના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બાળકના મૃત્યુ બાદ સંબંધીઓ અને કાઉન્સિલરે કોર્પોરેશન મેનેજમેન્ટને જવાબદાર ગણાવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ મામલે શનિવારના રોજ પરિવારના સભ્યોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ ઘટના દુર્ગા જિલ્લાના જમુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ્રપાલી એપાર્ટમેન્ટ પાછળ બની હતી. મળતી માહિતી અનુસાર યુવરાજ શુક્રવારના રોજ સાંજે કોઈને પણ કંઈ જાણ કર્યા વગર પોતાના મિત્ર સાથે આમ્રપાલી એપાર્ટમેન્ટની પાછળ ઘેરાયેલા વરસાદી પાણીમાં રમવા ચાલ્યો ગયો હતો.

મળતી માહિતી અનુસાર લગભગ શુક્રવારના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ એક છોકરો યુવરાજના ઘરે જઈને તેના પિતાને જણાવે છે કે, યુવરાજ પાણીમાં ડૂબી ગયો છે. બાળકની આ વાત સાંભળીને પરિવારના તમામ લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે. પરિવારના સભ્યો જુએ છે ત્યારે ત્યાં ખાલી ઘૂંટણ સુધીનું પાણી હતું. જ્યારે પરિવારના લોકો યુવરાજને શોધતા શોધતા આગળ વધે છે.

ત્યારે થોડીક દૂર અચાનક 10 ફૂટનો ઊંડો ખાડો આવી જાય છે. ત્યારબાદ કેટલાક લોકો આ ખાડામાં ડૂબકી લગાવે છે, ત્યારે અંદરથી યુવરાજનું મૃતદેહ મળી આવે છે. ત્યારબાદ યુવરાજના મૃતદેહને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે યુવરાજની મૃત જાહેર કર્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકોએ કોર્પોરેશન મેનેજમેન્ટને આ ઘટનાના જવાબદાર ગણાવ્યા છે. યુવરાજના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કોર્પોરેશન ની બેદરકારીના કારણે એક 9 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો સાથે રમી રહેલો 9 વર્ષનો માસુમ બાળક, પાણીથી ભરેલા 10 ફૂટ ઊંડા ખાડામાં ડૂબી ગયો, માસુમ બાળકનું કરુણ મૃત્યુ… પરિવારના લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*