કીચડમાં ફસાયેલું ટ્રેક્ટર બહાર કાઢતી વખતે એક યુવક સાથે બન્યું એવું કે, યુવકનું કરુણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો

Published on: 6:16 pm, Sat, 16 July 22

મિત્રો તમે ઘણી એવી ઘટનાના વિડીયો જોયા હશે, જે જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ ગયો હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ કિચડમાં ફસાયેલું ટ્રેક્ટર બહાર કાઢતી વખતે એક યુવક સાથે બન્યું એવું કે યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર બેતુલના ઘોડાડોંગરી વિસ્તારમાં બુધવારના રોજ એક ટ્રેક્ટર પલટી ખાઈ જવાના કારણે એક યુવક નીચે દબાઈ ગયો હતો, તેથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે ઘણા બધા લોકો હાજર હતા. દુર્ઘટના બની ત્યારે યુવકને બચાવવા માટે ત્યાં હાજર તમામ લોકોએ પૂરતા પ્રયાસ કર્યા હતા.

પરંતુ યુવકનો જીવ બચી શક્યો નહીં. આ ઘટનામાં 28 વર્ષીય સુખદેવ ટેકામ નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સુખદેવના મૃત્યુના કારણે તેના પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે. આ દુર્ઘટના ગામ પંચાયત ગોપીનાથપુરાના સાલીવાડા ગામમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સાલીવાડા ગામમાં બુધવારના રોજ સાંજના સમયે ખેતરમાં ડાંગર રોપવા માટે એક યુવક ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો.

આ દરમિયાન યુવકનું ટ્રેકટર કિચડમાં ફસાઈ ગયું હતું. તેને બહાર કાઢવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ ટ્રેક્ટર બહાર નીકળ્યું નહીં. ત્યારે ત્યાં 28 વર્ષે સુખદેવ મદદ માટે પહોંચે છે. તે ટ્રેક્ટર પર બેસીને ટ્રેક્ટર બહાર કાઢવાનો પ્રયાસ કરતો હોય છે. ત્યારે તે ટ્રેક્ટર ને બહાર કાઢવા માટે એક્સીલેટર જોરથી દબાવે છે. જેના કારણે ટ્રેક્ટર આગળથી ઊંચું થઈ ગયું હતું અને પાછળની બાજુ પલટી ખાઈ ગયું હતું.

ટ્રેક્ટર પલટી ખાઈ જતા સુખદેવ ટ્રેક્ટરની નીચે દબાઈ ગયો હતો, તેની નીચે ઉતરવાનો મોકો જ ન મળ્યો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ લોકોએ ટ્રેક્ટર હટાવીને સુખદેવને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પહેલા તો સુખદેવનું કરુણ મૃત્યુ થયું હતું. તેના મૃત્યુના કારણે સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયું હતું. આ ઘટનાની જાણ પરિવારના લોકોને થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

જ્યારે સુખદેવ ટ્રેક્ટર બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરતો હતો. ત્યારે જ આ ઘટના બની હતી અને સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કીચડમાં ફસાયેલું ટ્રેક્ટર બહાર કાઢતી વખતે એક યુવક સાથે બન્યું એવું કે, યુવકનું કરુણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*