મિત્રો આપણે બધા જાણીએ છીએ કે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઘણા સમય પહેલા ક્ષત્રિય સમાજને લઈને ક્ષત્રિય મહિલાઓની અસ્મિતાને લઈને બફાટ કર્યો હતો અને ત્યારબાદ આ મામલો બહાર આવ્યો તો ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો
ત્યારે ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પણ સત્ય સમાજના લોકો પુરા જોશ સાથે તેમનો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ ના પડધમ સ્ટેજ ઉપર બેસીને મોટી મોટી કરનારા લોકસાહિત્યકાર સુધી પહોંચ્યા છે.આપણે બધા જાણીએ છીએ કે ક્ષત્રિય સમાજને લઈને જ્યારે લોકસાહિત્યકારો શૂરવીરતાની વાતો કરતા હોય
અને જ્યારે સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે સમાજની પડખે ન ઉભા રહેનારા લોક સાહિત્યકારને લઈને રાજભા ગોહિલે હકાભા ગઢવી નામના વ્યક્તિને ફોન કર્યો હતો.આ બંનેના સંવાદ તમે ઓડિયોમાં સારી રીતે સાંભળી શકો છો ત્યારે રાજભા ગોહિલે કહ્યું કે
તમને ખબર છે કે સાચું શું છે ને ખોટું શું છે તો તમે શા માટે નથી બોલતા અને તમે શા માટે અમારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓની અસ્મિતા પર આંગળી ઉઠાવવામાં આવી છે ત્યારે સાચું શું અને ખોટું શું તેની વિડીયો મારફતે જાણ નથી કરતા.
ત્યારે હકાભા ગઢવી એ પણ પોતાનો જવાબ મૂક્યો છે અને કહ્યું છે કે સરકાર સામે ન બોલાય. ત્યારે આ બંને વ્યક્તિ વચ્ચેના જે સંવાદ છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને હકાભા કહે છે કે ક્ષત્રિયો મને ધમકી આપે છે અમુક લોકો કહે છે
તમે સમાજની ફેવરમાં બોલો જ્યારે અમુક લોકો એમ કહે છે કે તમારે સમાજની ફેવરમાં ન બોલવું જોઈએ. અમુક ક્ષત્રિય યુવાનો મને ધમકી આપે છે કે તમને હવે કાર્યક્રમ નહીં કરવા દઈએ ત્યારે હકાભા ગઢવી કેટલા ટકા સાચા તે કોમેન્ટ બોક્સમાં જલ્દીથી કોમેન્ટ કરો.
Be the first to comment