દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારના કામ જોઈએ માલધારી સમાજના આગેવાન કેયુર શાહુકાર, જગદીશ ભરવાડ, જીગ્નેશ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Published on: 7:14 pm, Wed, 6 July 22

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવા માટેની કામગીરી કરી રહી છે. ત્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ સિક્યુરિટી ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત બની રહે છે. કારણ કે આમ આદમી પાર્ટીમાં ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતા લોકો જોડાઈ રહ્યા છે. આવા મહાનુભાવો લોકોમાંના એક એવા જગદીશ ભરવાડ, કેયુર શાહુકાર, જીગ્નેશ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવીને તેમનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું છે.

કેયુર શાહુકારની વાત વાત કરીએ તો તેઓ પૂર્વ જોઈન્ટ સેક્રેટરી યુથ કોંગ્રેસ, પૂર્વ પ્રમુખ શ્રી. ક્ષત્રિય મરાઠા મંડળ, માનવ અધિકાર સમિતિ (સુરત)ના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. જગદીશ ભરવાડ માલધારી સમાજ ના હક્ક અને અધિકાર માટે,માન અને સન્માન માટે,સમાજ ને થતાં અન્યાય સામે,ગૌ-માતા અને ગૌચર જમીન માટે,સમાજમાં ચાલતાં કુરિવાજો સામે,મહિલા સશક્તિકરણ માટે હર હંમેશ લડતાં,સામાજિક દુષણો, કુરિવાજો, કુપ્રથા, રૂઢિઓ સામે પોતાની કલમ વડે લડત આપતાં, તેમજ માલધારી સમાજના લેખક, ગૌ- પ્રેમી, યુવા અગ્રણી છે. જીગ્નેશ વાઘેલા પીસ થ્રુ હૂમીનીટી ના મેમ્બર રહીને સમાજ માટે કાર્ય કરી ચુક્યા છે, રેડ ક્રોસ બ્લડ પ્રોગ્રામ માં ભાગ લઇ ચૂક્યા છે, કોરોના માં પણ સક્રિય રીતે પોતાનું યોગદાન આપી ચુક્યા છે.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા કરવામાં આવેલા કામને જોઈને કેયુર શાહુકાર, જગદીશ ભરવાડ અને જીગ્નેશ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ માની રહ્યા છે કે દિલ્હીની જનતાને ખૂબ જ સારી સેવાઓ મળી રહે છે. તેવી જ સેવાઓ ગુજરાતની જનતાને પણ મળવી જોઈએ. સારી શિક્ષણ વ્યવસ્થા, મફત વીજળી, મફત પાણી, સારી આરોગ્ય વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મેળવવાનો ગુજરાતની જનતાનો અધિકાર છે. આજે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સુશાસનવાળી સરકાર છે.

દેશમાં દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી રહે છે. ત્યારે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આવીને જાહેરાત કરી દીધી છે કે, હવે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળી શકે છે. અરવિંદ કેજરીવાલની આ વાત વાયુવેગે ગુજરાતમાં ફેલાઈ રહે છે. આમ આદમી પાર્ટીના લોકો પ્રત્યેના સારા કામ જોઈને અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ગુજરાતની જનતા ખૂબ જ ઝડપથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહે છે. તેથી ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ગઈ છે તેવું ઈશુદાન ગઢવીનું કેવું છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટીનું સંગઠન ગુજરાત કોંગ્રેસ સંગઠન કરતા મોટું થઈ ગયું છે અને આગામી એક મહિનામાં આમ આદમી પાર્ટીનું સંગઠન ગુજરાતના ભાજપ સંગઠન કરતા પણ મોટું થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારના કામ જોઈએ માલધારી સમાજના આગેવાન કેયુર શાહુકાર, જગદીશ ભરવાડ, જીગ્નેશ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા."

Leave a comment

Your email address will not be published.


*