કોર્ટમાં પતિએ પોતાની પત્ની અને સાસુ પર રિવોલ્વર ચલાવી, પત્નીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ… જાણો એવું તો શું ચાલતું હતું કે પતિએ આ પગલું ભર્યું….

Published on: 5:29 pm, Thu, 9 June 22

મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે મંગળવારના રોજ એક યુવકે કોર્ટ પરિસરમાં પોતાની પત્ની અને સાસુમાં પર રિવોલ્વર ચલાવી હતી. આ ઘટનામાં આરોપી યુવકની પત્નીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ત્યારે તેમના સાસુ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પારિવારિક વિવાદોના કારણે આ ઘટના બની હતી એવું કહેવામાં આવી રહ્યું છે. 42 વર્ષીય દિપક નામના આરોપીએ પોતાની 37 વર્ષીય પત્ની મંજુશ્રી પર રિવોલ્વર ચલાવી હતી. આ કારણોસર પત્ની મંજુશ્રીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ ઉપરાંત આરોપી દીપક એ પોતાની 60 વર્ષીય સાસુ પર પણ રિવોલ્વર ચલાવી હતી. આ ઘટનામાં સાસુ ઈજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ પોલીસે આરોપી સંદીપની ધરપકડ કરી લીધી હતી. આરોપી દીપક આર્મીનું એક નિવૃત્ત થવાનું છે.

દિપકે પોતાની પત્ની અને સાસુમાં પર પોતાની સર્વિસ રિવોલ્વર ચલાવી હતી. મળતી માહિતી અનુસાર પોલીસે રિવોલ્વર કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ અનુસાર જાણવા મળ્યું કે, આરોપી પોતાની પત્નીને છૂટાછેડા આપવા માંગતો ન હતો. પરંતુ તેની પત્નીએ છૂટાછેડા અને ભરણપોષણની માંગ માટે કોર્ટમાં કેસ કર્યો હતો. છેલ્લા કેટલાય મહિનાઓથી આ કેસ ચાલી રહ્યો હતો.

કેસના કારણે પતિ પત્ની અને તેમના પરિવારના સભ્યો કોર્ટના ચક્કર લગાવી રહ્યા હતા. લગભગ દરેક વખતે કોર્ટમાં પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતી હતી. ત્યારે આ વખતે ગુસ્સામાં આવેલા આરોપી દીપક એ પોતાના ભાઈ સાથે મળીને આ પગલું ભર્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ બની હતી. આ દર્દનાક ઘટના બન્યા બાદ ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી અને તેના ભાઈની ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારબાદ આરોપીને વકીલોએ પકડી લીધો હતો અને તેની ધોલાઈ કરી હતી. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોર્ટમાં પતિએ પોતાની પત્ની અને સાસુ પર રિવોલ્વર ચલાવી, પત્નીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ… જાણો એવું તો શું ચાલતું હતું કે પતિએ આ પગલું ભર્યું…."

Leave a comment

Your email address will not be published.


*