અમદાવાદમાં પતિના જન્મદિવસના દિવસે પત્નીએ પતિને ફોન કર્યો હતો, બે દિવસ બાદ બન્યું કંઈક એવું કે… ઘટના જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…

Published on: 6:22 pm, Fri, 26 August 22

અમદાવાદમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો પતિના જન્મદિવસના દિવસે પતિને બર્થડે વિશ કરવા પત્નીએ પોતાના મોબાઈલમાં પતિનો ફોટો મૂકીને બર્થ ડે વિશ કર્યો હતો. આ ફોટો જોઈને પતિએ પોતાની પત્નીને ફોન કર્યો અને થેન્ક્યુ કહ્યું હતું. ત્યારે ફોન પર પતિ પોતાની પત્નીને કહે છે કે, આજે મારો જન્મદિવસ છે તો હું દારૂ પીવાનો છું.

ત્યારબાદ પત્નીએ પતિને ફોન કર્યો પરંતુ ફોન ઉપાડ્યો જ નહીં. પત્ની બહારગામ થી અમદાવાદ આવી રહી હતી પરંતુ તેના પતિનો કોઈ પણ પ્રકારનો પતો લાગી રહ્યો ન હતો. તેથી પત્ની વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા બીજા મકાન પર તપાસ કરવા માટે ગઈ હતી. ત્યારે આ મકાનના બાથરૂમ પાસે પતિનું મૃતદેહ મળી આવ્યું હતું. પતિના મૃતદેહને જોઈને પત્ની ચોકી ઉઠી હતી ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર અમદાવાદના કાર્તિકબેનના 14 વર્ષ પહેલા છૂટાછેડા થયા બાદ તેમનો દિપક ચાવડા નામના યુવક સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને લગ્ન કરી લીધા હતા. 16 મી ઓગસ્ટના રોજ દીપકભાઈ અને કાર્તિકાબેન સાતમ આઠમના તહેવાર હોવાના કારણે પોતાના વતન સુરેન્દ્રનગર ગયા હતા.

જ્યાં રોકાયા બાદ 21 ઓગસ્ટે દીપકભાઈ પોતાની રીક્ષા લઈને સુરેન્દ્રનગરથી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. ત્યારે કાર્તિકા બહેન કોઈ કામ હોવાના કારણે ત્યાં જ રોકાયા હતા. 22 ઓગસ્ટના રોજ દીપકભાઈ નો જન્મદિવસ હતો. તેથી કાર્તિકાબેન પોતાના મોબાઈલમાં સ્ટોરી મૂકીને પોતાના પતિનો જન્મદિવસ વિશ કરે છે. દીપકભાઈ આ ફોટો જોઇને પત્નીને ફોન કરીને થેન્ક્યુ કહે છે.

આ વાતચીત દરમિયાન કાર્તિકા બેનને એવું લાગ્યું કે, દિપક એ દારૂ પીધેલું લાગે છે. જેથી તેઓ દીપક ને પૂછે છે કે દારૂ પીધો છે. જેથી દીપક એને જવાબ આપે છે કે આજે મારો જન્મદિવસ છે એટલે હું દારૂ પીસ ત્યારબાદ ફોન મૂકી દે છે. 24 તારીખના રોજ કાર્તિકાબેન સુરેન્દ્રનગર થી અમદાવાદ પરત આવવા નીકળે છે. તેઓ દિપક ને શોધી રહ્યા હોય છે.

કારણકે દીપક કોઈની સાથે સંપર્કમાં ન હતો. તેથી કાર્તિકાબેન ને એમ થાય છે કે, દિપક વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા બીજા મકાન પર હશે. તેથી કાર્તિકાબેન પરિવારજનો સાથે ત્યાં પહોંચે છે ત્યારે ત્યાં ઘરનો દરવાજો ખુલ્લો હોય છે. ત્યારે ઘરમાંથી બાથરૂમ પાસે દીપકભાઈનું મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં પતિના જન્મદિવસના દિવસે પત્નીએ પતિને ફોન કર્યો હતો, બે દિવસ બાદ બન્યું કંઈક એવું કે… ઘટના જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*