હાથ ગુમાવ્યો, પણ હિંમત ન હાર્યો…! એક સમયે આ યુવકને ડોક્ટરે કહ્યું હતું કે 12 કલાકથી વધુ નહીં જીવે, ત્યારે આજે આ યુવક…

Published on: 6:31 pm, Fri, 26 August 22

આજના યુગમાં બાળકો પોતાનું સપનું સાકાર કરવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે.પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બની જતી હોય છે જેનાથી તેમના સપના ચકનાચૂર થઈ જતા હોય છે, ત્યારે આજે આપણે એક એવા જ યુવક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું સપનું હતું કે તેઓ IPS બને પરંતુ એક એવી ઘટના બની ગઈ કે એ યુવકનું સપનું ચકનાચૂર બની ગયો.

આ યુવક મુળ જૂનાગઢના અને વર્ષોથી અમદાવાદમાં રહેતો યુવક હાલ તો સૌ કોઈને પ્રેરણાદાયી પણ બન્યો છે. વિસ્તૃતમાં જણાવતા કહીશ તો તે મૂળ જૂનાગઢનો વતની છે પરંતુ ઘણા સમયથી અમદાવાદમાં જ રહે છે. તેણે છેલ્લે બીબીએ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરવા લાગ્યો હતો.

તેને પોલીસ બનવાની ખૂબ જ ઈચ્છા હતી પરંતુ તેના જીવનના 20 વર્ષમાં ન બની હોય તેવી ઘટના સામે તેનું સપનું અધૂરું જ રહી ગયું. વાત જાણે એમ છે કે તે વાંચનથી લઈને ફિઝિકલ પરીક્ષા ની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી પરંતુ એ તૈયારી દરમિયાન તેના હાથમાં એક ઝેરી જીવડું કરડવાથી એ ઝેરી જીવડા નું ઝેર હાથમાં ફેલાઈ ગયું અને તેનો એક હાથ કપાવો પડ્યો.

તેમને ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું કે 12 કલાકનો સમય આપ્યો એનાથી વધુ જીવી શકશે નહીં. તે દરમિયાન એ યુવકને મનમાં સતત એવા જ વિચારો આવતા હતા કે એ સમયે દસ વાર સુસાઈડ કરવું પડે તો પણ એકવાર મૃત્યુ ના થાય અમદાવાદના હિરેનકુમાર ચોરવડીયા કે જેમણે પોતાના જીવનમાં સંઘર્ષનો સામનો કર્યો.

હિરેનકુમાર ચોરવડિયાએ હિંમત નારી અને પોતાની મહેનત ચાલુ જ રાખે તેમનું કહેવું છે કે વ્યક્તિ તારે તો શું ન કરી શકે. એટલું જ નહીં પરંતુ તેમના પરિવારજનો અને મિત્રનો સાથ પણ તેમના જીવનમાં ખૂબ જ રહ્યો તેમને માત્ર એક ઝેરી જીવડું કરડી જવાથી તેનું ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હિરેન પાસે માત્ર 12 કલાકનું જ આયુષ્ય બચ્યું છે એવું કહીને તેને રજા આપી દીધી તેમને ઘણા ડોક્ટરોના સંપર્ક કર્યા અને અંતે તેનું જીવન બચી ગયો જેમાં તેમના મિત્રોએ અને તેમના માતા-પિતા હિંમત નારી અને હિરેનને મદદ કરી અને તે 18 માર્ચ તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. પરંતુ એ હિરેનના જીવનમાં પરિસ્થિતી ઉપર પરિસ્થિતિઓ આવતી ગઈ અને હજી તો તેઓ અને તેમના પરિવાર આ પીડામાંથી ઉભરી રહ્યા હતા.

એવામાં જ 22 માર્ચ 2020 ના રોજ કોરોનાના કારણે લોકડાઉન થયું હતું. જેમાં પરિવાર આર્થિક રીતે ખૂબ જ ભાંગી પડ્યો હતો તે દરમિયાન ત્રણથી ચાર દિવસ લોકડાઉનની જાહેરાત થઈ અને એ સમય ખૂબ જ કષ્ટ દાયક હતો છતાં તેમણે હાર ના માની. હાલ તો તે ઘણી એવી રમતો પણ રમે છે અને એક હાથ ન હોવા છતાં ચિત્રો બનાવે છે હાલ તો હિરેન ચોરવડીયા સૌ કોઈ માટે પ્રેરણાદાયી બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હાથ ગુમાવ્યો, પણ હિંમત ન હાર્યો…! એક સમયે આ યુવકને ડોક્ટરે કહ્યું હતું કે 12 કલાકથી વધુ નહીં જીવે, ત્યારે આજે આ યુવક…"

Leave a comment

Your email address will not be published.


*