રેલ્વે પ્લેટફોર્મ પર માતા પોતાના 7 મહિનાના દીકરાને લઈને સૂતી હતી, માતા સવારે જાગી ત્યારે દીકરો ગાયબ – સીસીટીવી ફૂટેજ ચેક કરતા થયો ચોકાવનારો ખુલાસો…

Published on: 5:49 pm, Fri, 26 August 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં પ્લેટફોર્મ પર માતાની બાજુમાં સૂઈ રહેલા 7 મહિનાના બાળકની ચોરી થઈ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મથુરા રેલવે સ્ટેશન પર બની હતી. પ્લેટફોર્મ પર માતા પોતાના 7 મહિનાના બાળકને બાજુમાં રાખીને સૂતી હોય છે.

ત્યારે સવારે લગભગ 4.20 વાગ્યાની આસપાસ સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેરેલો એક યુવક પ્લેટફોર્મ પર આવે છે. તે થોડીક વાર પ્લેટફોર્મ પર આમતેમ આંટા મારે છે. આ દરમિયાન તે સાત મહિનાના બાળક પાસે જાય છે. ત્યારબાદ તે ખાતરી કરી રહ્યો છે કે બાળકની માતા સુધી છે કે જાગે છે. તેથી તે બાળકની માતાનો હાથ હલાવે છે અને તેને ખબર પડી જાય છે કે બાળકની માતા સૂતી છે.

ત્યારબાદ આ યુવક બાળકને ચૂપચાપ લઈ લે છે અને ધીમા પગલે ચાલીને પ્લેટફોર્મ પરથી ફરાર થઈ જાય છે. બાળક ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે યુવક બાળક સાથે સ્ટેશનની બહાર જતો જોવા મળી રહ્યો છે. આ ઘટના બુધવારના રોજ વહેલી સવારે મથુરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 8-9 પર બની હતી.

મળતી માહિતી અનુસાર રાધા નામની મહિલા પોતાના 7 મહિનાના દીકરા સંજય સાથે રેલ્વે પ્લેટફોર્મ પર સુઈ રહી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ પરથી સાત મહિનાના બાળકની ચોરી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર રાધા સવારે છ વાગે જાગી ત્યારે આજુબાજુ જોયું ત્યારે તેનો બાળક તેને ન મળ્યો.

તેથી પરિવારજનોએ આસપાસ બાળકની શોધખોળ શરૂ કરી હતી. બાળક ક્યાંય પણ ન મળ્યું તેથી પરિવારના લોકો રડતા રડતા જીઆરપી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર ઘટના જાણી અને ત્યારબાદ રેલ્વે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.

જેમાં નજરે પડ્યું કે એક વ્યક્તિ બાળકને પોતાની સાથે લઈ જતો નજરે પડી રહ્યો છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા યુવક સામે બાળક ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રેલ્વે પ્લેટફોર્મ પર માતા પોતાના 7 મહિનાના દીકરાને લઈને સૂતી હતી, માતા સવારે જાગી ત્યારે દીકરો ગાયબ – સીસીટીવી ફૂટેજ ચેક કરતા થયો ચોકાવનારો ખુલાસો…"

Leave a comment

Your email address will not be published.


*