જો તમે આ કામ માટે વાપરશો અધધ રૂપિયો તો તમારી સંપત્તિ માં થશે અનેક ગણો વધારો,આચાર્ય ચાણક્યે આપી હતી સલાહ

Published on: 12:29 pm, Tue, 22 March 22

ચાણક્યના કહ્યા અનુસાર, પોતાની કમાણીમાંથી દાન કરવું જોઈએ. દાન કરવાથી કમાણીમાં અને ધન-સંપત્તિમાં વધારો થાય છે. તમે જેટલું દાન કરશો તેટલો તમારી કમાણી વધારો થશે. દાન એ પુણ્યનું કાર્ય છે અને બને ત્યાં સુધી આપણે દાન કરવું જ જોઈએ.ચાણક્ય નીતિ ઉપરાંત ગીતામાં દાન કરવાનો ભાવાર્થ સમજાવવામાં આવ્યો છે.

ચાણક્ય નીતિ અનુસાર, આ ત્રણ બાબતમાં પૈસા ખર્ચ કરવાથી પૈસા નું ટેન્શન ક્યારેય નહીં આવે…

(1) પૈસા કમાવવા :- આપણી સામાન્ય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પૈસા હોવા ખૂબ જ જરૂરી છે અને આ પૈસા થકી જ આપણે આપણી નાની મોટી તમામ જરૂરિયાતો પૂર્ણ કરી શકીએ છીએ. પરિવારની ઈચ્છાઓ સંતોષવા માટે પણ આપણી યોગ્ય કમાણી હોવી જરૂરી છે.

(2) પૈસા ખર્ચ કરવા:- આપણે પૈસા કમાઈએ છીએ કારણ કે આપણે આપણી સામાન્ય જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂર્ણ કરી શકીએ.પૈસા કમાવવા જરૂરી છે તો પૈસા ખર્ચ કરવા પણ એટલા જ જરૂરી છે, માટે કંજૂસાઈ ન કરીને આપણે આપણી તમામ ઈચ્છાઓ અને પરિવારની ઈચ્છાઓને સંતુષ્ટ કરવી જોઈએ. પૈસા ખર્ચ કરવાથી આપણી સુખાકારીમાં વધારો થાય છે અને માનસિક રીતે શાંતિનો અનુભવ થાય છે. આ ઉપરાંત ચાણક્ય એવું પણ કહે છે કે ગરીબોને દાન અથવા મદદ કરતા અચકાવું જોઈએ નહિ. બને ત્યાં સુધી તેઓને આર્થિક રીતે મદદરૂપ થવું જોઇએ.

(3) પૈસાની બચત કરવી:- ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા આપણે અત્યારથી જ તેની જાળ તૈયાર કરવી જોઈએ. ચાણક્ય કહે છે કે ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો વર્તમાનમાં કરેલી બચત જ આપણને કામમાં આવે છે, ત્યારે મુશ્કેલીના સમયે આપણે કોઇની પાસે હાથ ફેલાવવા ની જરૂર પડતી નથી. આ ઉપરાંત આપણા વડીલો પણ હંમેશા કહેતા હોય છે એ રૂપિયાની બચત કરવી જોઈએ કે જેથી કરીને મુશ્કેલીના સમયમાં કોઈ પાસે ભીખના માંગવી પડે.

આ ઉપરાંત ચાણક્ય નીતિ અનુસાર, ધર્મના કામ કરવા માટે પણ વ્યક્તિએ હંમેશા તત્પર રહેવું જોઈએ અને વધુમાં વધુ પુણ્ય કાર્ય કરવા પ્રયત્ન કરવા જોઈએ. આ જ બાબત ભવિષ્યમાં આપણને માન-સન્માન અને સફળતા અપાવે છે. સામાજિક કાર્યોમાં બને ત્યાં સુધી યોગદાન આપવું જોઈએ. કારણ કે આપણે કરેલા કર્મો જ આપણા આગળના તમામ જન્મો સુધી સાથે રહે છે.

Be the first to comment on "જો તમે આ કામ માટે વાપરશો અધધ રૂપિયો તો તમારી સંપત્તિ માં થશે અનેક ગણો વધારો,આચાર્ય ચાણક્યે આપી હતી સલાહ"

Leave a comment

Your email address will not be published.


*