માલિકની સામે કૂતરાએ કર્યા એવા નાટક કે, વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…

Published on: 12:39 pm, Tue, 22 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

દુનિયામાં સૌથી વફાદાર પ્રાણી કૂતરાને માનવામાં આવે છે. આ દુનિયામાં કુતરા જેટલું પાણી કોઈ નથી. દુનિયામાં ઘણા એવા લોકો છે જે પોતાના પાલતુ કૂતરાને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે. તે લોકો પોતાના કૂતરાને પોતાના બાળક કરતાં પણ વધારે સાચવે છે. પોતાના પાલતુ કુતરા માટે આલીશાન રૂમ બનાવે છે, મોંઘી મોંઘી વસ્તુઓ લાવે છે, અને મોંઘી ચીજ વસ્તુઓ તેને ખવડાવે છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ અને તેના પાલતુ કુતરાનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સોફા પર બેઠેલો એક વ્યક્તિ થોડો નાસ્તો ખાઇ રહ્યો છે. તેની બાજુમાં તેનો પાલતુ કૂતરો બેઠેલો છે.

પાલતુ કૂતરો નાસ્તાને નિહાળી રહ્યો છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે કૂતરાને ભૂખ લાગી છે અને તેને પણ નાસ્તો કરવો છે. પરંતુ કૂતરો પોતાના માલિક પાસે નાસ્તો માંગતો નથી. પરંતુ ક્યારેય નાસ્તા તરફ જુએ છે અને ક્યારેક માલિક તરફ જુએ છે.

જ્યારે માલિક કૂતરાની સામું જુએ ત્યારે કૂતરો બીજી બાજુ મોઢું ફેરવીને ઉપરની તરફ જોવા લાગે છે. મિત્રો એવું બતાવવા માંગે છે કે તેનું ધ્યાન ખાવામાં બિલકુલ નથી. કૂતરો બે ત્રણ વખત ખાવાની તરફ જુએ છે અને જ્યારે તેનો માલિક તેના તરફ જુએ ત્યારે કૂતરો બીજી તરફ મોઢું ફેરવી લે છે.

કુતરાના જબરદસ્ત નાટક જોઈને યુઝર ખૂબ જ ભૂલ થઈ ગયા છે. આ રમુજી વિડિયો સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ પર superfunny.animals નામના એકાઉન્ટમાં મૂકવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો 6 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં યુઝર્સ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માલિકની સામે કૂતરાએ કર્યા એવા નાટક કે, વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*