રાજકોટમાં બાઈક પર જઈ રહેલા પિતા અને પુત્રીને મનપાના ડમ્પરે લગાવી જબરદસ્ત ટક્કર – 19 વર્ષની દીકરીનું કરુણ મૃત્યુ…

Published on: 12:23 pm, Tue, 22 March 22

રાજકોટમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 19 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટની રામાપીર ચોકડી પાસે બંસીઘર પાર્કમાં રેતી અને રાષ્ટ્રીય શાળા નજીક કુંડલીયા કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું ગઈકાલે અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ કશીશ પંકજભાઈ રાઠોડ હતું. તેની ઉંમર 19 વર્ષની હતી. દીકરી પોતાના પિતા સાથે બાઇક પર જઇ રહી હતી. ત્યારે મનપાના ડમ્પરે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પરંતુ હોસ્પિટલમાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ અકસ્માતની ઘટના શનિવારના રોજ બની હતી. ગાંધીધામના બંસીઘર પાર્કમાં રહેતી કશિશ દરરોજ સિટી બસના મારફતે કોલેજ જતી હતી.

મળતી માહિતી અનુસાર શનિવારના રોજ બપોરના સમયે કશિશ કોલેજ થી છૂટી ગઈ હતી અને ત્યારબાદ રાષ્ટ્રીય શાળા નજીક બસ સ્ટોપ પર પહોંચી હતી. બસ મોડી હોવાના કારણે કશિશે પોતાના પિતાને ઘરે મૂકી જવા માટે ફોન કર્યો હતો. તેથી કશીશના પિતા બાઇક લઇને તેને લેવા માટે પહોંચ્યા હતા.

બાઈક પર પિતા અને પુત્રી બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક ડમ્પરે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ઘટનાને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત કશીશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટનાને લઇને યુનિવર્સિટી પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આવતા મહિને મૃત્યુ પામેલી કશિશની સગાઈ નક્કી થવાની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં બાઈક પર જઈ રહેલા પિતા અને પુત્રીને મનપાના ડમ્પરે લગાવી જબરદસ્ત ટક્કર – 19 વર્ષની દીકરીનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*