ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાનો પૌત્ર રસ્તા પર વેચે છે લીંબુપાણી… જેનું કારણ સાંભળીને તમે પણ વખાણ કરતા નહીં થાકો… જુઓ વિડિયો…

Published on: 11:38 am, Wed, 7 February 24

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક યુવાનનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવાન રસ્તા પર લીંબુ પાણી વેચતો નજરે પડી રહ્યો છે. તો આપણને સૌને થતું હશે કે એમાં શું નવીન છે.

તમને જણાવી દઈએ કે લીંબુ પાણી વેચતો આ યુવાન બીજું કોઈ નહીં પરંતુ સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાનો પૌત્ર ધ્રુવ ધોળકિયા છે. આ વાત સાંભળતા જ આપણા સૌના મનમાં સવાલ ઉઠતો હશે કે, એટલો બધો રૂપિયો હોવા છતાં પણ ધ્રુવ ધોળકિયા શા માટે રસ્તા પર લીંબુ પાણી વહેંચી રહ્યો છે?

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ધ્રુવ ધોળકિયાએ જણાવ્યું કે, માત્ર તેને જ નહીં પરંતુ તેમના કાકા અને મોટાભાઈ એ પણ પરિવારથી દૂર રહીને બીજા શહેરોમાં કામ કર્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં ધ્રુવ ધોળકિયા જણાવી રહ્યો છે કે, દાદાએ સૌથી પહેલા મારા કાકા અને મારા મોટા બાપુજીના છોકરાને બહાર આ રીતે કામ કરવા માટે મોકલ્યા હતા અને હવે મને આ રીતે કામ કરવા મોકલ્યો છે.

તેનું એ કારણ છે કે, તમે આપણો બિઝને સંભાળો એ પહેલાં તમારી લાયકાત તો હોવી જ જોઈએ અને તમારો અનુભવ પણ હોવો જ જોઈએ. આ ઉપરાંત ધ્રુવ ધોળકિયા બીજી ઘણી વાતો કરે છે. જે વાતો તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાનો પૌત્ર રસ્તા પર વેચે છે લીંબુપાણી… જેનું કારણ સાંભળીને તમે પણ વખાણ કરતા નહીં થાકો… જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*