સુરતના આ ખેડૂતે બનાવ્યો એવો દેશી ગોળ કે સીઝન પહેલા જ અમેરિકાને ઓસ્ટ્રેલિયાથી આવે છે ઓર્ડર, કમાય છે એટલા બધા પૈસા કે…

Published on: 11:14 am, Wed, 7 February 24

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારાના પ્રયાસ કરતા હોય છે તેવામાં લોકો ગોળ સાથે અનેક વસ્તુઓ ભેળવી તેનો ઉપયોગ ખોરાક તરીકે કરીને પોતાના સ્વાસ્થ્યમાં વધારો કરે છે. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગોળમાં ઘણા બધા ગુણો હોય છે

તો માનવ શરીરને અનેક રીતે ઉપયોગી છે વળી આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ ગોળના ઘણા બધા ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે.આજે અમે કેવા ખેડૂત વિશે વાત કરવાના છીએ જેમને ખેતી અને તેની પેદાશમાં એવા ફેરફાર કરીને આજે ઘણો બધો નફો મેળવી રહ્યા છે. મિત્રો આ ખેડૂત ભાઈનું નામ ગોવિંદભાઈ વઘાસિયા છે

અને તેઓ સુરતના માનવી તાલુકાના રહેવાસી છે અને તેમને ગોળનું વેચાણ કરીને ઘણો બધો નફો મેળવ્યો છે તો ચાલો જાણી કે તે કેવી રીતે કરી રહ્યા છે આ કામ.ગોવિંદભાઈ ના પિતા પણ ખેતી કામ કરતા હતા ને તેઓ પોતાના ખેતરમાં શેરડીનું વાવેતર કરતા હતા પરંતુ તેમને પોતાની પેદાશના વળતર માટે બજાર પર આધાર રાખવો પડતો હતો

જેના કારણે તેમનો વિચાર શેરડીના બદલે ગોળનું વેચાણ કરવા તરફ વળ્યો અને આપને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ખેડૂતોમાં સામેલ છે કે જેઓ પોતાની ખેતીને ગાયને આધારિત કરે છે એટલે તેઓ ઓર્ગેનિક રીતે પોતાના ખેતપેદાશનું ઉત્પાદન કરે છે.તેઓએ ગોળ બનાવવાનું શીખવા માટે તેમને કૃષિ યુનિવર્સિટી ની મદદ લીધી હતી.

જે બાદ તેમને પોતાની પેદાશ પર ઘણી મહેનત કરી જેના કારણે લોકોમાં તેમનો ગોળ ઘણો લોકપ્રિય થયો અને આપને જણાવી દઈએ કે તેઓ જાતે જ ઓર્ગેનિક રીતે શેરડીનું ઉત્પાદન કરે છે અને હાલમાં તેઓ 300 થી વધારે લોકોને રોજગારી પણ આપે છે અને ભવિષ્યમાં તેઓ ઓર્ગેનિક સિંગની

ખેતી કરીને તેનું તેલ બનાવવાનું વિચારી રહ્યા છે.તેમનો આ દેશી ગોળ અમેરિકા કેનેડા ઉપરાંત યુરોપના ઘણા બધા દેશમાં વેચાય છે અને હાલમાં તેઓ પોતાના ફેક્ટરીમાં ખાંડના વિકલ્પ રૂપે ઉપયોગી ગોળ પાઉડર અને બાળકો માટે શારીરિક મદદરૂપ ગોળની ચોકલેટ પણ બનાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સુરતના આ ખેડૂતે બનાવ્યો એવો દેશી ગોળ કે સીઝન પહેલા જ અમેરિકાને ઓસ્ટ્રેલિયાથી આવે છે ઓર્ડર, કમાય છે એટલા બધા પૈસા કે…"

Leave a comment

Your email address will not be published.


*