ગુજરાતના આ મંદિરમાં ભોયરામાં બિરાજમાન છે હનુમાન દાદા… અહીં દાદાને ધરાવેલી પ્રસાદી સાથે બીજા દિવસે કંઈક એવું થાય છે કે…

ગુજરાતમાં અનેક દેવી-દેવતાઓના ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામમાં આવેલા નેશીયા હનુમાનજીના મંદિર વિશે વાત કરવાના છીએ. અહીં મંદિરમાં હનુમાન દાદા ભોયરામાં બિરાજમાન છે.

આ મંદિરને બનાવવામાં અહીં હનુમાનદાદાના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને મંગળવાર અને શનિવારના દિવસે અહીં તહેવાર જેવો માહોલ જોવા મળે છે. અહીં ભક્તો અનેક પ્રકારની મનોકામનાઓ લઈને દાદાના ચરણમાં આવે છે અને દાદાના આશીર્વાદ લઈને પોતાને ધન્યતા અનુભવે છે.

હનુમાન દાદાના આ મંદિરનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે ડાકોર જેટલું જ આ નેશીયા હનુમાનજીના મંદિરનું મહત્વ છે. આ મંદિર 10 થી વધુ વડના ઘટાદાર વૃક્ષો વચ્ચે આવેલું છે. મંદિરની આજુબાજુ એકદમ શાંત વાતાવરણ છે અને લોકો અહીં પોતાના પરિવાર સાથે આવે છે.

પછી અહીં દાદાના દર્શન કરે છે અને મંદિરની બાજુમાં બેસીને એક શાંતિનો અનુભવ લે છે. સ્થાનિક લોકોના મત મુજબ અહીં આવેલા વડલાઓ આશરે 1500 વર્ષ જૂના છે. અહીં મંદિરમાં દાદાને ધરાવતા પ્રસાદનો પણ એક ચમત્કાર છે.

દાદાને ધરાવેલો પ્રસાદ સાંજે એકદમ સ્વાદિષ્ટ રહે છે. પરંતુ બીજા દિવસે તે જ પ્રસાદ સ્વાદવિહીન બની જાય છે અને તેમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો નથી. આ ચમત્કારી હનુમાન દાદા ના મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને અહીં આવતા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*