સલામ છે આ માતાને! વડોદરામાં દીકરાને ભણાવવા માટે માતાએ દિવસ-રાત રસ્તા પર દરજી કામ કર્યું, ત્યારે દીકરો પોતાની મહેનતથી ડોક્ટર બન્યો…

Published on: 9:39 am, Fri, 22 April 22

આપણે દરેક લોકો જાણીએ છીએ કે દરેક માતાપિતા તેમના બાળકોની ઈચ્છાઓને પૂરી કરવા માટે રાત-દિવસ તનતોડ મહેનત કરતા હોય છે. તેથી બાળકોને પણ તેમના જીવનમાં આગળ વધીને તેમના માતા-પિતાનું નામ રોશન કરવા માટે મહેનત કરતા હોય છે.

ઘણા યુવક અને યુવતીઓ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને જીવનમાં આગળ વધતા હોય છે અને તેમના પરિવારનું નામ રોશન કરતા હોય છે. ત્યારે આપડે આજે તેવા જ એક મહેનતુ માતા-પિતા અને તેમના દીકરા વિશે વાત કરીશું. દીકરો તેના પરિવાર સાથે વડોદરાના હરિનગરના અવધપુર માં રહેતો છે.

આ દીકરાના પિતા સિક્યુરિટીનું કામ કરતા છે અને માતા સિલાઈ કામ કરીને પરિવારની જવાબદારીઓ સાથે સાથે દીકરાને ભણાવતી છે. આ દંપતીએ સખત મહેનત કરીને દીકરાને એમબીબીએસનો અભ્યાસ કરીને ડોક્ટર બનાવ્યો. આ દીકરાનું નામ નિલેશ અને તેમની માતાનું નામ રેણુકાબેન છે.

રેણુકાબેન સખત મહેનત કરીને દિવસ-રાત રસ્તા ઉપર સિલાઈનું કામ કરી ઘણી મહેનત કરતા હતા. નિલેશ ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો ત્યારથી તેનું સપનું ડોક્ટર બનવાનું હતું. તેથી તેમની માતા રેણુકાબેનએ દીકરા નિલેશનુ સપનું પૂરું કરવાનું નક્કી કર્યું હતું.

નિલેશને દસમા ધોરણના અભ્યાસ પછી બાયોલોજી લેવું હતું પણ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હતા. અને જે સમયે રેણુકાબેનના દિકરા નિલેશને એમબીબીએસમાં સીટ મળી તે સમયે પણ પૈસા ન હતા. આવા કપરા સમયમાં રેણુકાબેનની મદદ મયુરીબેન નામના એક મહિલાએ કરી હતી. મયુરીબેને રૂપિયા દોઢ લાખ આપીને રેણુકાબેનની મદદ કરી હતી.

રેણુકા બેન ની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી તેથી ઘણીવાર રેણુકાબેનના ઘરે ખાવાના પણ ફાંફા પડી જતા હતા. તો પણ રેણુકાબેન હિંમત તારી નહિ અને રાત દિવસ તનતોડ મહેનત કરીને નિલેશને ભણાવ્યો. તો આજે દીકરાએ તેનું ડોક્ટર બનવાનું અધૂરું સપનું પૂરું કરીને માતા-પિતાનું નામ ગર્વથી રોશન કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સલામ છે આ માતાને! વડોદરામાં દીકરાને ભણાવવા માટે માતાએ દિવસ-રાત રસ્તા પર દરજી કામ કર્યું, ત્યારે દીકરો પોતાની મહેનતથી ડોક્ટર બન્યો…"

Leave a comment

Your email address will not be published.


*