દમણમાં ગુમ થયેલી 17 વર્ષીય યુવતીનું મૃતદેહ આંબાની ઝાડ સાથે દુપટ્ટાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના…

Published on: 9:53 am, Fri, 22 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના દેવકા તાઇવાડા વિસ્તારમાં હળપતિ આવાસમાં રહેતી 17 વર્ષીય યુવતી ગુમ થઇ ગઇ હતી. ગઈકાલે ગુમ થઈ ગયેલી યુવતીનું રહસ્યમય રીતે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર 17 વર્ષીય યુવતી અચાનક ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થઇ ગઇ હતી. અચાનક દીકરી ગુમ થઈ જતા પરિવારજનોએ પોલીસ મથકમાં દીકરી ગુમ થઈ જવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસ યુવતીની શોધખોળ લાગી ગઈ હતી. પોલીસે દેવકા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

ત્યારે ગઇકાલે કેટલાક નાનકડા બાળકો કેરી તોડવાના ઈરાદે દેવકાની વાડીમાં ઘુસીયા ગયા હતા. ત્યાં નાના બાળકોને આંબાના ઝાડ ઉપર એક યુવતીની લટકતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઈને બાળકો ગભરાઇ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા અને વાડીની બહાર ઊભેલા એક વ્યક્તિને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

ત્યારબાદ સ્થાનિક લોકો તાત્કાલિક આંબાવાડીમાં તપાસ માટે આવ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોને આંબાના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં એક યુવતીનું મૃત્યુ દેખાયું હતું. ત્યારબાદ આ ઘટનાની દમણ પોલીસને કરવામાં આવી હતી.

સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. યુવતીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. યુવતીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ બાબત પર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. હાલમાં બોલે છે સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દમણમાં ગુમ થયેલી 17 વર્ષીય યુવતીનું મૃતદેહ આંબાની ઝાડ સાથે દુપટ્ટાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*