ધંધુકામાં કિશન ભરવાડનો જાહેરમાં જીવ લઈ લીધા બાદ, માલધારી સમાજ બન્યું ઉગ્ર – ધંધુકા બંધનું એલાન…

Published on: 11:42 am, Fri, 28 January 22

અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકનો અજાણ્યા શખ્સોએ જાહેરમાં જીવ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે. આ ઘટના બનતા જ આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ધંધુકા બંધનું એલાન કરવામાં આવ્યું છે.

જેના પગલે આજે સવારથી જ ધંધુકા સજ્જડ બંધ રહ્યું છે. સવારથી જ વેપારીઓએ દુકાન બંધ રાખી છે. આ ઘટનામાં કોઈ બીજો બનાવ ન બને તેના કારણે ધંધુકામા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે ધંધુકાના PI સી.બી.ચૌહાણની હટાવી દેવામાં આવ્યા છે.

ઘટના બન્યા બાદ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધુકા મૃત્યુ પામેલા કિશન ભરવાડના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. મૃત્યુ પામેલા કિશન ભરવાડએ એક સમાજ માટે નહીં પરંતુ હિંદુ ધર્મ માટે બલિદાન આપ્યું છે.

તેમનું આ બલિદાન વ્યર્થ ન જાય તે માટે, ધંધુકામાં એક માર્ગ કિશન ભરવાડના નામે બનાવવામાં આવે અને તેમનું સ્ટેચ્યુ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના મંગળવારના રોજ મોડી રાત્રે બની હતી.

મોડી રાત્રે કિશન ભરવાડ પોતાના જુનાગઢ થી પસાર થતા હતા ત્યારે બે અજાણ્યા યુવકોએ તેમના પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં કિશન ભરવાડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેવું અને ત્યાંથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ માલધારી સમાજ ભારે રોષમાં ભરાયું હતું. અને એવી માંગ કરી હતી કે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી અમે મૃતદેહ નહિ સ્વીકારીએ, ત્યાર બાદ પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધંધુકામાં કિશન ભરવાડનો જાહેરમાં જીવ લઈ લીધા બાદ, માલધારી સમાજ બન્યું ઉગ્ર – ધંધુકા બંધનું એલાન…"

Leave a comment

Your email address will not be published.


*