વલસાડના પારડી હાઈવે પર ત્રીજા ટ્રેક પર ઉભેલા ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 11:20 am, Fri, 28 January 22

વલસાડના પારડી હાઇવે પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર પારડી ચાર રસ્તા બસ સ્ટોપ સામે હાઇવે ના ત્રીજા ટ્રેક પર એક ટ્રકચાલકે કોઈપણ જાતના સાઈનબોર્ડ કે સિગ્નલ લાઇટ વગર ટ્રક ઉભો રાખ્યો હતો.

ત્યારે પાછળથી આવતા એક બાઈકચાલકે પોતાની બાઈકને ટ્રકમાં ઘુસાવી દીધી હતી. આ અકસ્માતમાં મનોજ નામના બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મનોજ લગ્ન પ્રસંગ પતાવીને ઘર તરફ પરત ફરી રહ્યો હતો.

ત્યારે રસ્તામાં જ બહેનનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર ઘટનાસ્થળે તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર MP 07 HB 4008 નંબરના ટ્રકચાલકે વલસાડ થી વાપી જતા ત્રીજા ટ્રેક ઉપર પોતાનો ટ્રક ઉભો રાખ્યો હતો. પરંતુ તેની ત્યાં સિગ્નલ લાઇટ કે સાઈનબોર્ડ પર ઉભો રાખ્યો હતો.

ત્યારે GJ 15 AR 5881 નંબરના બાઈકચાલક મનોજ હસમુખભાઈ પટેલ અતુલ ખાતે લગ્ન પ્રસંગ બતાવીને ઘર તરફ પરત ફરી રહ્યો હતો. ત્યારે તેને ત્રીજી ટ્રેક પર ઉભેલા ટ્રકની પાછળ બસ ઘૂસાડી દીધી હતી. આ ઘટનામાં મનોજનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મનોજ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ઘટના બન્યા બાદ ટ્રકચાલક ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડના પારડી હાઈવે પર ત્રીજા ટ્રેક પર ઉભેલા ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*