લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, માતા-પિતા સહિત 3 દિકરીઓના મૃત્યુ – એક સાથે 5 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 3:50 pm, Fri, 22 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે મધ્યપ્રદેશમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો.

આ અકસ્માતની ઘટનામાં એક વેપારી, તેની પત્ની અને ત્રણ દિકરીઓના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની કારનો ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટનામાં આગ લાગી ઉઠી હતી અને આગના કારણે પરિવારના પાંચ સભ્યો જીવતા બળી ગયા હતા.

લગભગ આ અકસ્માતની ઘટના રાત્રિના સમયે બે વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં સુભાષ, તેની પત્ની કાંતિ દેવી, દીકરી ભાવિના, દીકરી ગોલુ અને દીકરી પૂજાનું કરૂણ મૃત્યુ થયું છે. આખું પરિવાર ગુરૂવારના રોજ રાત્રીના સમયે લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યું હતું.

ત્યારે રસ્તામાં પરિવારની કાર અચાનક એક પુલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં આગ લાગી ઉઠી હતી. આગ લાગવાના કારણે પરિવારના 5 સભ્યોના કરૂણ મૃત્યુ થયા હતા. ઘટના બનતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલી દીકરીઓની ઉંમર લગભગ 20 થી 25 વર્ષ વચ્ચેની હશે. એક જ પરિવારના પાંચ સભ્યોના એકસાથે મૃત્યુ થતાં અન્ય પરિવારજનો માતમ છવાઇ ગયો હતો. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, માતા-પિતા સહિત 3 દિકરીઓના મૃત્યુ – એક સાથે 5 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*