Bscની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

Published on: 4:11 pm, Fri, 22 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર BSCની એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિનીએ પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલાં પરિવારજનો માટે એક સુસાઈડ નોટ પણ લખી હતી.

મળતી માહિતી અનુસાર અત્યારે પણ ઘણા અલગ-અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર જો કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ છે. તો તેને પર કોપીકેસ કરવામાં આવે છે અને તેને નાપાસ કરવામાં આવે છે.

ત્યારે આ ઘટનામાં પણ એવું જ કંઈક બન્યું છે. BSCમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પેપરમાં ચોરી કરતાં પકડાઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીની ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને છેવટે તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ દુઃખદાયક ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરની ભવરકુવા વિસ્તારમાં બની છે.

મળતી માહિતી અનુસાર BSCમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી રેણુકા નામની યુવતીએ હોસ્ટેલમાં બેડશીટનો ઉપયોગ કરીને ગળેફાંસો ખાઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલા રેણુકાનું કેમેસ્ટ્રીનું પેપર હતું. પેપર દરમિયાન કોલેજ દ્વારા રેણુકા પર કોપી કેસ કરવામાં આવ્યો હતો.

કોપીકેસના કારણે રેણુકા વધારે પડતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને રેણુકા એ પોતાના જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. મળતી માહિતી અનુસાર 20 એપ્રિલના રોજ રાત્રે ગળેફાંસો ખાધેલી હાલતમાં રેણુકાનું મૃતદેહ મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેણુકા સુસાઈડ નોટ પણ લખી હતી તેમાં લખ્યું હતું કે, માફ કરજો… તમે બધા ખુશ રહેજો. મમ્મી પપ્પા મારી ભૂલ છે. કોઈનો વાંક નથી. વાંક માત્ર મારો જ છે, તમે મને ભણવા મોકલી હતી પરંતુ મારી અમુક ભૂલને લીધે હું આ પગલું ભરું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "Bscની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*