બાઈક પર જઇ રહેલા ભાઈ-બહેનને પુરપાટ ઝડપે જતી બસે લીધા અડફેટેમાં – બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 3:33 pm, Fri, 22 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે કેટલીક અકસ્માતની ઘટનાઓ સાંભળે છે. જેમાં એક જ ક્ષણમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ભાઈ અને બહેનનું કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક મોટા ભાઇના લગ્ન પુરા કરીને બાઈક પર પોતાની પરીક્ષાનું છેલ્લું પેપર આપવા માટે જતો હતો. ત્યારે તેની મામાની છોકરીને ઘરેથી લઈને રસ્તામાં ઉતારવાની હતી. ત્યારે રસ્તામાં બંનેને એક બસે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 21 વર્ષીય મહેન્દ્રકુમાર અને 19 વર્ષીય શિવાનીનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલા મહેન્દ્રકુમારના પિતાએ જણાવ્યું કે, 20 એપ્રિલના રોજ તેમના મોટા ભાઈના પુત્રના લગ્ન હતા.

મળતી માહિતી અનુસાર લગ્નમાં હાજરી આપવા માટે આખું પરિવાર સેસા ગામ ગયું હતું. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ મહેન્દ્ર કુમારનું છેલ્લું પેપર હતું. આથી તે પોતાની બાઇક લઇને પેપર આપવા માટે નીકળ્યો હતો. મળતી માહિતી અનુસાર રસ્તામાં તેને તેના મામાના ઘરેથી તેની મામાની દીકરી શિવાનીને બાઈક પર બેસાડી હતી.

મળતી માહિતી અનુસાર શિવાની રાજગઢ ઉતારીને મહેન્દ્રને પેપર આપવા જવાનું હતું. પરંતુ રસ્તામાં કાનપુર હાઈવે પર દિગાર પાસે એક બસ ચાલકે અચાનક બ્રેક લગાવી હતી. આ દરમિયાન મહેન્દ્રએ બાઇક પર બ્રેક લગાવી હતી અને ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી બસે મહેન્દ્રની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં બાઇક પર સવાર બંને ભાઈ બહેનના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક પર જઇ રહેલા ભાઈ-બહેનને પુરપાટ ઝડપે જતી બસે લીધા અડફેટેમાં – બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*